સચિન તેંડુલકરની બાયોપિકમાં કામ કરવા માગે છે અનિલ કપૂર

News18 Gujarati
Updated: February 24, 2019, 12:34 PM IST
સચિન તેંડુલકરની બાયોપિકમાં કામ કરવા માગે છે અનિલ કપૂર
અનિલ કપૂરે સચિન તેંડુલકરની બાયોપિકમાં કામ કરવાની ઇચ્છા જાહેર કરી

અનિલ કપૂરે ક્રિકેટર સચિન તેંડુલકરની બાયોપિકમાં કામ કરવાની ઇચ્છા જાહેર કરી છે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: બોલિવૂડ અભિનેતા અનિલ કપૂરની ફિલ્મ 'ટોટલ ધમાલ' બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. ત્યાં જ જાણવા મળી રહ્યું છે કે, અનિલ કપૂરે ક્રિકેટર સચિન તેંડુલકરની બાયોપિકમાં કામ કરવાની ઇચ્છા જાહેર કરી છે. અનિલ કપૂરે હાલમાં જ આઇએએનએસ સાથે વાત કરતાં આ અંગે જણાવ્યું હતું.

અનિલ કપૂરને જ્યારે ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું કે, તે કયા ખેલાડીની બાયોપિકમાં કામ કરવા માગીશ? આ અંગે અનિલ કપૂરે કહ્યું કે, સચિન તેંડુલકર. કેમ કે, હું તેનો બહુ મોટો પ્રશંસક છું.

બીજી બાજુ, અનિલ કપૂરની હાલમાં જ રીલિઝ થયેલી ફિલ્મ 'ટોટલ ધમાલ' બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. જ્યાં આ ફિલ્મમાં માધુરી દીક્ષિત અને અનિલ કપૂરની જોડી ઘણા વર્ષો પછી જોવા મળી છે. માધુરી સાથે લાંબા સમય બાદ સાથે કામ કરવા અંગેના અનુભવ અંગે અનિલ કપૂરે કહ્યું કે, મને એવું લાગ્યું કે એક દિવસ પણ પસાર થયો નથી. એક સાથે કામ કરવાનું ધમાકેદાર રહ્યું. તે ઇન્ડસ્ટ્રીની સારી અભિનેત્રીઓમાંથી એક છે.

આ પણ વાંચો: બોડી બનાવવા માટે ન્યૂયોર્ક પહોંચ્યો આમિર ખાન, સામે આવ્યો વીડિયો

અનિલ કપૂર આજકાલ આગામી ફિલ્મ્સની તૈયારીઓમાં વ્યસ્ત છે. જ્યાં અનિલ કપૂર પુત્ર હર્ષવર્ધન કપૂર સાથે અભિનવ બિંદ્રાની બાયોપિકમાં નજરે પડશે.
First published: February 24, 2019, 12:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading