અનિલ કપૂરે દુઃખની ઘડીમાં સાથ આપવા બદલ મુંબઈ પોલીસનો માન્યો આભાર

News18 Gujarati
Updated: March 2, 2018, 11:31 AM IST
અનિલ કપૂરે દુઃખની ઘડીમાં સાથ આપવા બદલ મુંબઈ પોલીસનો માન્યો આભાર
શ્રીદેવીના મૃતદેહને ફૂલોથી શણગારેલા ટ્રકમાં લઈ જવાયો હતો

સામા પક્ષે મુંબઈ પોલીસે પણ પોતાના અધિકારિક ટ્વિટર એકાઉન્ટ પર તેનો જવાબ આપ્યો હતો. તેમણે લખ્યું કે, 'દુઃખની આ ઘડીમાં અમે બધા તમારા અને તમારા પરિવારની સાથે છીએ.'

  • Share this:
હિન્દી ફિલ્મના પ્રસિદ્ધ અભિનેતા અનિલ કપૂરે પોતાની ભાભી અને બોલિવૂડની પ્રથમ ફિમેલ સુપરસ્ટાર શ્રીદેવીના અંતિમ સંસ્કાર દરમિયાન લોકોની ભીડને સારી રીતે સંભાળવા બદલ મુંબઈ પોલીસનો આભાર વ્યક્ત કર્યો છે.

અનિલ કપૂરે ટ્વિટર પર એક પોસ્ટ કરીને આ મુશ્કેલ સમયમાં પરિવારની પ્રાઇવસીની રક્ષા કરવા બદલ પોલીસકર્મીઓનો આભાર વ્યક્ત કર્યો છે. અનિલ કપૂરે લખ્યું છે કે, 'દુઃખની આ ઘડીમાં હું મારા એ મિત્રો અને શુભચિંતકોનો દિલથી આભાર માનું છું, જેમણે અમારી સાથે રહીને અમારી પ્રાઇવસીની સુરક્ષા કરીને શોકના સમયમાં શાંતિનો અહેસાસ કરાવ્યો.' સાથે જ તેમણે લખ્યું કે, 'ખાસ કરીને હું આ સમયમાં અમારો સાથ આપવા અને અમારી પ્રાઇવસી જાળવી રાખવા તેમજ અમારી શાંતિને કાયમ રાખવા માટે મુંબઈ પોલીસને અભિનંદન આપવા માગું છું. તમારા આશીર્વાદ માટે આભાર.'

સામા પક્ષે મુંબઈ પોલીસે પણ પોતાના અધિકારિક ટ્વિટર એકાઉન્ટ પર તેનો જવાબ આપ્યો હતો. તેમણે લખ્યું કે, 'દુઃખની આ ઘડીમાં અમે બધા તમારા અને તમારા પરિવારની સાથે છીએ.'નોંધનીય છે કે બોની કપૂરના ભાણેજના લગ્નમાં હાજરી આપવા માટે દુબઇ ગયેલી બોલિવૂડ અભિનેત્રી શ્રીદેવીનું 24મી ફેબ્રુઆરીના રોજ મોત થઈ ગયું હતું. જેના બાદમાં બુધવારે પૂરા રાજકીય સન્માન સાથે તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

આ દરમિયાન તેને શ્રદ્ધાજંલિ આપવા માટે બોલિવૂડના અનેક દિગ્ગજ કલાકારો હાજર રહ્યા હતા. શ્રીદેવીના મૃતદેહને અંતિમ દર્શન માટે સેલિબ્રેશન ક્લબમાં મૂકવામાં આવ્યો હતો. ત્યાંથી વિલે પાર્લે સુધી સફેદ ફૂલોથી શણગારેલી એક ટ્રકમાં તેના મૃતદેહમાં લઈ જવામાં આવ્યો હતો. શ્રીદેવીના નિધન બાદ હવે તેના પરિવારમાં પતિ બોની કપૂર અને બે પુત્રી જ્હાન્વી કપૂર અને ખુશી કપૂર વધ્યા છે.
First published: March 2, 2018, 11:31 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading