અનિલ કપૂરે PM મોદી સાથે કરી ખાસ મુલાકાત, કહી આ વાત

આ મુલાકાત બાદ અનિલ કપૂરે પીએમ મોદી સાથેની તસવીર સોશિયલ મીડિયામાં શેર કરી હતી

આ મુલાકાત બાદ અનિલ કપૂરે પીએમ મોદી સાથેની તસવીર સોશિયલ મીડિયામાં શેર કરી હતી

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી: આજકાલ બોલિવૂડ સ્ટાર્સનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાનો સિલસિલો ચાલી રહ્યો છે, ત્યારે બુધવારે અભિનેતા અનિલ કપૂર પણ પીએમ મોદીને મળવા પહોંચ્યા હતા. આ મુલાકાત બાદ અનિલ કપૂરે પીએમ મોદી સાથેની તસવીર સોશિયલ મીડિયામાં શેર કરી હતી.

  આ તસવીરને શેર કરતાં અનિલ કપૂરે લખ્યું કે, આજે હું સન્માનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યો. તેમની સાથે વાતચીત કરી હું ખૂબ જ પ્રેરિત થયો છું. તેમનું વિઝન અને કરિશ્મા પ્રભાવિત કરે છે. હું તેમનો આભારી છું કે તેમણે મુલાકાતનો અવસર આપ્યો. ઉલ્લેખનીય છે કે, હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા બોલિવૂડની યંગ બ્રિગેડ પણ પહોંચી હતી. જેમાં રણવીર સિંહ, આલિયા ભટ્ટ, રણબિર કપૂર, વરૂણ ધવન જોવા મળ્યા હતા.

  આ પણ વાંચો: બોલિવૂડ સ્ટાર્સ સાથે PMની સેલ્ફી થઈ ટ્રોલ, યૂઝરે સ્ટાર્સના કપાળે લખ્યું જય શ્રી રામ



  સાથે જ બોલિવૂડ સ્ટાર્સે ફિલ્મ્સની ટિકિટ પર જીએસટી ઘટાડવા બદલ પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. જ્યારે મોદીને મળવા પહોંચેલા અનિલ કપૂરની વાત કરીએ તો તે આગામી ફિલ્મ 'એક લડકી કો દખા તો એસા લગા'માં જોવા મળશે. આ ફિલ્મમાં અનીલ કપૂરની દીકરી સોનમ કપૂર પણ જોવા મળશે.
  Published by:Azhar Patangwala
  First published: