18 વર્ષ બાદ આ ફિલ્મમાં એક સાથે જોવા મળશે અનિલ-માધુરી, ફર્સ્ટ લૂક આવ્યો સામે

 • Share this:
  અનિલ કપૂર અને માધુરી દીક્ષિત નેનેની હિટ જોડી 18 વર્ષ બાદ ફરી પડદા પર આવી રહી છે. ઈંદ્ર કુમારની ફિલ્મ 'ટોટલ ધમાલ'માં બંને એક સાથે કામ કરતા જોવા મળશે. ધમાલ સીરીઝની આ ફિલ્મમાં અજય દેવગન પણ જોવા મળશે. હાલમાં જ આ ફિલ્મનું ટાઈટલ ટ્રેક શૂટ કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન માધુરી અને અનિલની જોડી એટલી જ પરફેક્ટ જોવા મળી રહી છે. જેટલી એક દશકા પહેલા હતી. જુઓ ફોટોમાં અનિલ અને માધુરીનો ફર્સ્ટ લૂક.  સુત્રો અનુસાર જણાવવામાં આવી રહ્યું છે કે, 'એવું લાગે છે કે સમય આજે પણ તેમની સાથે છે. અને સૌનું આકર્ષણ બન્યા છે. ફિલ્મમાં ફોટોગ્રાફી ડાયરેક્ટર જાપાની છે. તેમનું કહેવું છે કે દરેક ક્લોઝઅપ શોટમાં આ જોડી ચમકદાર લાગે છે'

  થોડા દિવસો પહેલા માધુરીએ આપેલા ઈન્ટરવ્યૂમાં ફિલ્મ વિશે જણાવતા કહ્યું કે આ સાચુ છે કે ઘણા લાંબા સમય બાદ ઇંદ્ર કુમારની ફિલ્માં કામ કરવા જઈ રહી છું.

  ફિલ્મમાં અનિલ કપૂર પણ મેઈન રોલમાં નજર આવશે. આગળ માધુરીએ કહ્યું કે ઘણા સમયથી તેને કોમેડી ફિલ્મ નથી કરી. જેથી તે આ ફિલ્મમાં કામ કરવાને લઈને ઘણી જ એક્સાઈડેટ અને ખુશ છે.  જણાવી દઈ કે 'ટોટલ ધમાલ' 'ધમાલ' સીરીઝની ફિલ્મ છે. 90ના દશકામાં ઘણી હિટ ફિલ્મોમાં માધુરી અને અનિલે એક સાથે કામ કર્યુ હતું.

  વર્ષ 2000માં આવેલી 'પુકાર'માં આ જોડી જોવા મળી હતી. માધુરી દીક્ષિતે લગભગ 2 દશકા બોલિવૂડ પર રાજ કર્યું હતું. તેમની જોડી અનિલ કપૂર, સંજય દત્ત, સલમાન ખાન અને શાહરૂથ ખાન સાથે ખુબ પસંદ કરવામાં આવી હતી.
  Published by:Nisha Kachhadiya
  First published: