Home /News /entertainment /

અનિલ કપૂર સોનમ કપૂરના બેબી શાવરની તૈયારીમાં વ્યસ્ત, જુઓ ઈન્વિટેશન કાર્ડની પહેલી ઝલક

અનિલ કપૂર સોનમ કપૂરના બેબી શાવરની તૈયારીમાં વ્યસ્ત, જુઓ ઈન્વિટેશન કાર્ડની પહેલી ઝલક

અનિલ કપૂર સોનમ કપૂરના બેબી શાવરની તૈયારીમાં વ્યસ્ત

સોનમે લંડનવાળા ઘરમાં બેબી શાવરનું આયોજન કર્યું હતું. આ બેબી શાવર સેરેમનીમાં તેના લંડનનાં મિત્રો અને પરિવારના કેટલાક સભ્યો સામેલ થયા હતાં. હવે કપલ મુંબઈમાં પણ બેબી શાવરની તૈયારી કરી રહ્યું છે.

    સોનમ કપૂર અને તેનો બિઝનેસમેન પતિ આનંદ આહુજા પોતાના પહેલાં બાળકના સ્વાગતની તૈયારીઓ કરી રહ્યા છે. સોનમ પ્રેગ્નન્સી પછી પોતાના બેબી બમ્પની તસવીરો અને વીડિયો શેર કરી કરતી રહે છે. હાલમાં જ તેણે પોતાના લંડનવાળા ઘરમાં બેબી શાવરનું આયોજન કર્યું હતું. આ બેબી શાવર સેરેમનીમાં તેના લંડનનાં મિત્રો અને પરિવારના કેટલાક સભ્યો સામેલ થયા હતાં. હવે કપલ મુંબઈમાં પણ બેબી શાવરની તૈયારી કરી રહ્યું છે. તેના માટે તેમણે લોકોને ઈન્વિટેશન કાર્ડ આપવાનું શરૂ કરી દીધું છે.




    ફોટોગ્રાફરે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં બેબી શાવરના કાર્ડની સાથે એક મોટી ગિફ્ટ જોવા મળી રહી છે. સોનમ કપૂરની આ બેબી શાવર સેરેમની તેના પિતા અને એક્ટર અનિલ કપૂર હોસ્ટ કરી રહ્યા છે. ખાસ વાત એ છે કે આ સેરેમની પૂર્વ મિસ ઈન્ડિયા કવિતા સિંહના ઘરે યોજાશે.

    સોનમ કપૂર અને આનંદ આહુજાના લગ્ન પણ આ જ જગ્યાએ થયા હતા. આ વીડિયોને શેર કરતા કેપ્શનમાં લખ્યું, સોનમ કપૂરના બેબી શાવરનું ઈન્વિટેશન. તે 17 જુલાઈના રોજ મિસ ઈન્ડિયા કવિતા સિંહના પતિના ઘરે યોજાશે. કપલના લગ્ન આ જ જગ્યાએ થયા હતા.

    કવિતા સિંહ સોનમ કપૂરની માસી છે. ઘણા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે સોનમના બેબી શાવરની વિધિમાં કરિના કપૂર ખાન, આલિયા ભટ્ટ, દીપિકા પાદુકોણ, કરિશ્મા કપૂર, રાણી મુખર્જી, જેકલિન ફર્નાન્ડિઝ, સોનમની નજીકની મિત્ર મસાબા ગુપ્તા, મલાઈકા અને અમૃતા અરોરા સહિત બોલિવૂડની ઘણી મોટી હસ્તિઓ સામેલ થશે.

    આ બોલિવૂડ એક્ટ્રેસિસની સાથે સોનમ કપૂરની બી-ટાઉન કઝિન જાહ્નવી કપૂર, અંશુલા કપૂર, ખુશી કપૂર, અર્જુન કપૂર અને મોહિત મારવાહ પણ આ બેબી શાવરમાં સામેલ થવાની શક્યતા છે. આ તૈયારીને જોતા કહી શકાય છે કે સોનમ અને તેનો પતિ આનંદ આહુજા ટૂંક સમયમાં લંડનથી મુંબઈ આવશે
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Sonam kapoor, અનિલ કપૂર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन