Home /News /entertainment /Judaai : અનિલ કપૂરને 'જુદાઈ' ફિલ્મની સ્ક્રિપ્ટ પસંદ આવી ન હતી, 25 વર્ષ બાદ ફિલ્મ કરવાનું કારણ જણાવ્યું
Judaai : અનિલ કપૂરને 'જુદાઈ' ફિલ્મની સ્ક્રિપ્ટ પસંદ આવી ન હતી, 25 વર્ષ બાદ ફિલ્મ કરવાનું કારણ જણાવ્યું
જુદાઈ ફિલ્મને 25 વર્ષ થયા
અનિલ કપૂરે (Anil Kapoor) કહ્યું, 'હું ખુશ છું કે મેં જુદાઈ (Judaai) ફિલ્મ કરી. શરૂઆતમાં મેં આ ફિલ્મ પરિવાર માટે કરી હતી. શ્રીદેવી (Sridevi) અને ઉર્મિલા માતોંડકર (Urmila Matondkar) જેવી પ્રતિભાશાળી અભિનેત્રીઓ સાથે કામ કરવાનો અદ્ભુત અનુભવ હતો
નવી દિલ્હી: અનિલ કપૂર (Anil Kapoor), શ્રીદેવી (Sridevi) અને ઉર્મિલા માતોંડકર (Urmila Matondkar) 1997માં આવેલી ફિલ્મ 'જુદાઈ' (Judaai) માં મુખ્ય કલાકારો હતા. આ ફિલ્મ તેની રિલીઝ સાથે જબરદસ્ત હિટ સાબિત થઈ હતી. ફિલ્મની વાર્તા ઘણી અલગ હતી. ફિલ્મમાં પૈસાના લોભમાં શ્રીદેવી પોતાના પતિના લગ્ન બીજી સ્ત્રી (ઉર્મિલા માતોંડકર) સાથે કરાવે છે. આ ફિલ્મ દર્શકોના દિલમાં વસી ગઈ. પરંતુ, તમને જાણીને નવાઈ લાગશે કે, પહેલા અનિલ કપૂર આ ફિલ્મ કરવા માંગતા ન હતા.
આ ફિલ્મ કરવા માંગતા ન હતા
અનિલ કપૂરે હિન્દુસ્તાન ટાઈમ્સ સાથેની વાતચીતમાં કહ્યું, 'હું ફિલ્મ માટે ના કહેતો રહ્યો કારણ કે હું પાત્ર સાથે જોડાઈ શકતો ન હતો. આ ફિલ્મ કરવા માટે મારા પર પરિવાર અને ફેમિલી પ્રોડક્શન કંપની તરફથી ઘણું દબાણ હતું. કારણ કે ફિલ્મ 'રૂપ કી રાની ચોરોં કા રાજા' ફ્લોપ થયા બાદ અમે આર્થિક રીતે ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા હતા.
ફિલ્મ કરવા માટેનું કારણ સમજાવતા, અનિલ કપૂરે ખુલાસો કર્યો કે, એન્ડી ગાર્સિયા અને મેગ રાયન અભિનીત 'વેન અ મેન લવ્સ અ વુમન' જોયા પછી આખરે તે આ ફિલ્મ કરવા માટે સંમત થયો. અને બાદમાં આ ફિલ્મમાં કામ કર્યું. જેને ખૂબ પસંદ કરવામાં આવી હતી.
અનિલ કપૂર અત્યારે ખુશ છે
અનિલ કપૂરે કહ્યું, 'હું ખુશ છું કે મેં આ ફિલ્મ કરી. શરૂઆતમાં મેં આ ફિલ્મ પરિવાર માટે કરી હતી. શ્રીદેવી અને ઉર્મિલા માતોંડકર જેવી પ્રતિભાશાળી અભિનેત્રીઓ સાથે કામ કરવાનો અદ્ભુત અનુભવ હતો. ત્યારે કામ કરવાની સ્ટાઈલ એકદમ અલગ હતી અને તેમાં પણ એક અલગ ચાર્મ હતું. હવે ફિલ્મ રિલીઝ થયાને 25 વર્ષ થઈ ગયા છે.
વિવિધ પ્રકારની ફિલ્મો
આ અંગે અનિલ કપૂરે કહ્યું, 'પરિંદા, ઈશ્વર, 1942: અ લવ સ્ટોરી, મિસ્ટર ઈન્ડિયા, વિરાસત, પુકાર, એકે Vs એકે અને અબ થાર, હું હંમેશા અલગ-અલગ પ્રકારની ફિલ્મો કરવાનો પ્રયાસ કરું છું અને હું માનું છું કે તે પણ એક છે. જેના કારણે હું લાંબા સમય સુધી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં રહી શક્યો.
તમને જણાવી દઈએ કે, અનિલ કપૂર લગભગ ચાર દાયકાથી બોલિવૂડમાં સક્રિય છે. 65 વર્ષના અનિલ કપૂર પોતાની ફિટનેસ માટે જાણીતા છે અને આજે પણ તેઓ વર્ષમાં ઘણી ફિલ્મો કરે છે. અનિલ કપૂરની ફેન ફોલોઈંગ ખૂબ જ મોટી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર