અનિલ કપૂરે બોલિવૂડમાં પૂરા કાર્ય 38 વર્ષ, 'વો સાત દિન' ફિલ્મથી શરુ કર્યું હતું કરિયર

(Photo Credit- @anilskapoor/Instagram)

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 38 વર્ષ રહ્યા બાદ પણ અનિલ કપૂરમાં આજે પણ ઉર્જા, અભિનય, જાદૂ અને ચમત્કાર પહેલા જેવો જ છે. જેને લઈને આજે પણ ફેન્સ તેમના પાછળ પાગલ છે. તેમણે મિસ્ટર ઇન્ડિયા, તેજાબ, રામ લખન, લમ્હે જેવી બ્લોકબસ્ટર ફિલ્મોમાં પોતાના અભિનયનો જાદૂ પાથર્યો છે.

  • Share this:
અનિલ કપૂરને આજે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 38 વર્ષ પૂર્ણ થયા છે. બોલીવુડના ઉર્જાવાન એક્ટર અનિલ કપૂરે પોતાના કરિયરની શરૂઆત ફિલ્મ 'વો સાત દિન'થી કરી હતી. આ ફિલ્મ 23 જૂન, 1983ના રોજ થઇ હતી. આ ફિલ્મની સાથે જ અનિલ કપૂરનો યુગ પણ શરુ થયો હતો.

આ ફિલ્મમાં અનિલ કપૂરે પોતાના પ્રામાણિક અને માસૂમ અભિનયકળાથી દર્શકોનું દિલ જીતી લીધું હતું. બાપૂ દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં અનિલ કપૂર સાથે પદ્મિની કોલ્હાપુરી અને નસીરુદ્દીન શાહ પણ મહત્વની ભૂમિકામાં હતા. આ ફિલ્મ પોતાની ભાવનાઓ, સંગીત અને એક્ટરના ઉભરતા સંગીત નિર્દેશકના મજબૂત ચિત્રણના કારણે આજે પણ દર્શકોના દિલમાં વસેલી છે.

આ પણ વાંચો- SONU SOOD આગમાં બળી ગયેલાં બાળકની મદદે આવ્યો, બોલ્યો- 'જલ્દી ઠીક કરી દઇશુ'

આ અંગે અનિલ કપૂરે સોશ્યલ મીડિયા પર પોસ્ટ શેર કરીને પોતાની ખુશી વ્યક્ત કરી છે. અનિલ કપૂરે પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું છે કે, 'ફિલ્મ વો સાત દિન રિલીઝ થયાને આજે 38 વર્ષ પૂર્ણ થયા છે. આ 38 વર્ષોમાં તમે મને સફળતાના શિખરે રાખ્યો છે. આવી જ રીતે મને આગામી 38 વર્ષો સુધી પ્રેમ આપતા રહો. હું પ્રયત્ન કરતો રહીશ કે મારી મહેનત અને તમારા પ્રેમથી હું આવી જ રીતે શિખર પર યથાવત રહું. Thank you!'

(Photo Credit- @anilskapoor/Instagram)


ઉલ્લેખનીય છે કે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 38 વર્ષ રહ્યા બાદ પણ અનિલ કપૂરમાં આજે પણ ઉર્જા, અભિનય, જાદૂ અને ચમત્કાર પહેલા જેવો જ છે. જેને લઈને આજે પણ ફેન્સ તેમના પાછળ પાગલ છે. તેમણે મિસ્ટર ઇન્ડિયા, તેજાબ, રામ લખન, લમ્હે જેવી બ્લોકબસ્ટર ફિલ્મોમાં પોતાના અભિનયનો જાદૂ પાથર્યો છે.

આ પણ વાંચો- KARISHMA KAPOORનો ખુલાસો- પતિએ હનીમૂન પર મિત્ર સાથે સુવા કરી હતી મજબૂર

ઉલ્લેખનીય છે કે, અનિલ કપૂર છેલ્લે ફિલ્મ 'એકે વર્સીસ એકે'માં રૂપેરી પડદે દેખાયા હતા. હવે અનિલ કપૂર આગામી ત્રણ ફિલ્મોમાં મહત્વની ભૂમિકામાં દેખાશે. જેમાં 'જુગ જુગ જિયો', કરણ જોહરની મોસ્ટ અવેટેડ પિરિયડ ડ્રામા ફિલ્મ 'તખ્ત' અને સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ 'એનિમલ'નો સમાવેશ થાય છે.
First published: