Home /News /entertainment /Anil Kapoor Birthday: 65 વર્ષે પણ ફિટનેસ ઝક્કાસ, શું છે અનિલ કપૂરનો Diet Plan?
Anil Kapoor Birthday: 65 વર્ષે પણ ફિટનેસ ઝક્કાસ, શું છે અનિલ કપૂરનો Diet Plan?
શું છે અનિલ કપુરની ફિટનેસનું રહસ્ય?
શું છે અનિલ કપુર (Anil Kapoor)ની ફિટનેસનું રહસ્ય? રોજ શું લે છે ખોરાક? કેવી રીતે કરે છે વર્કઆઉટ? સ્ટાઈલ-ફિટનેસને જોતા તેની ઉંમર 65 નહીં પણ 35ની આસપાસ લાગે છે
મુંબઈ : બોલિવૂડ (Bollywood) એક્ટર (Actor) અનિલ કપૂર (Anil Kapoor Birthday) આજે પોતાનો 65મો જન્મદિવસ (Birthday) ઉજવી રહ્યો છે. અનિલ કપૂરનો જન્મ 24 ડિસેમ્બર 1956ના રોજ ચેમ્બુર, મુંબઈ (Mumbai)માં થયો હતો. માત્ર 12 વર્ષની ઉંમરે અનિલ કપૂરે એક કલાકાર (artist) તરીકે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો હતો. અનિલ કપૂરે અત્યાર સુધી 100 થી વધુ ફિલ્મો (Films)માં કામ કર્યું છે. આ સાથે અનિલ કપૂરે ઘણી આંતરરાષ્ટ્રીય (International) ફિલ્મો અને ટીવી શો (TV Shaw)માં કામ કર્યું છે. 42 વર્ષની કારકિર્દી દરમિયાન, અનિલ કપૂરને છ ફિલ્મફેર (Filmfare)અને બે રાષ્ટ્રીય (National) પુરસ્કારો મળ્યા છે.
સ્ટાઈલ-ફિટનેસને જોતા તેની ઉંમર 65 નહીં પણ 35ની આસપાસ લાગે
જો કે, અનિલ કપૂરના લુક્સ, એટીટ્યુડ, સ્ટાઈલ અને ફિટનેસને જોતા તેની ઉંમર 65 નહીં પણ 35ની આસપાસ લાગે છે. તે આને લઈને સૌથી વધુ ચર્ચામાં રહે છે. 42 વર્ષની કારકિર્દી પછી પણ અનિલ હજુ પણ પોતાને ફિટ રાખે છે. અનિલ કપૂર સ્વાસ્થ્યને લઈને ખૂબ જ શિસ્તબદ્ધ આહારનું પાલન કરે છે. અનિલ ખાંડ અને જંક ફૂડ ખાવાનું ટાળે છે. આ જ કારણ છે કે તે મોડી રાતની બોલિવૂડ પાર્ટીઓમાં દેખાતો નથી.
શું છે અનિલ કપુરની ફિટનેસનું રહસ્ય?
અનિલ કપૂર હજુ પણ એકદમ ફિટ દેખાય છે. અનિલ પોતાની જાતને ફિટ રાખવા માટે તેના આહાર પર ઘણું નિયંત્રણ કરે છે. જેના માટે અનિલ દિવસમાં 5 થી 6 વખત થોડું-થોડું કરીને ખોરાક ખાય છે. અનિલ કપૂરના ફૂડની વાત કરીએ તો તેમાં શાકભાજી, દાળ, ઓટ્સ, માછલી, બ્રોકોલી, ચિકન અને પ્રોટીન શેક્સનો સમાવેશ થાય છે.
દરરોજ 2 થી 3 કલાક વર્કઆઉટ કરે છે
નિયંત્રિત આહારની સાથે અનિલ કપૂર દરરોજ 2 થી 3 કલાક વર્કઆઉટ કરે છે. અનિલ દરરોજ 10 થી 20 મિનિટ કાર્ડિયો કરે છે. જે પછી તે ફ્રી વેઈટ, પુશ-અપ્સ, ક્રન્ચ, ચેર સ્ક્વોટ વર્કઆઉટ કરે છે. અનિલના વર્કઆઉટમાં ફાસ્ટ સાઇકલિંગનો પણ સમાવેશ થાય છે.
અનિલ કપૂરના પિતા ફિલ્મ નિર્માતા હતા
અનિલ કપૂરનો જન્મ 24 ડિસેમ્બર 1956ના રોજ મુંબઈમાં ફિલ્મ નિર્માતા સુરિન્દર કપૂરના ઘરે થયો હતો. અનિલ કપૂરે 1979માં ઉમેશ મહેરાની ફિલ્મ હમારે-તુમ્હારેથી ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. અનિલ કપૂરે કન્નડ અને તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. અનિલ કપૂર સોનમ કપૂર, રિયા કપૂર અને હર્ષવર્ધન કપૂરના પિતા છે.
અનિલ કપૂરે ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. જેમાં 1985ની ફિલ્મ 'મેરી જંગ', 1985ની ફિલ્મ 'યુદ્ધ', 1986ની ફિલ્મ 'કર્મ', 1986ની ફિલ્મ 'આપ કે સાથ', 1987ની ફિલ્મ 'મિસ્ટર ઈન્ડિયા', 1990ની ફિલ્મ 'ઘર હો તો ઐસા'નો સમાવેશ થાય છે. અનિલ કપૂરે ડેની બોયલની ઓસ્કાર વિજેતા ફિલ્મ સ્લમડોગ મિલિયોનેરમાં પણ કામ કર્યું હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર