એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: અનિલ કપૂર ઇન્ડસ્ટ્રીનાં તે એક્ટરમાંથી છે જે ફિટનેસ માટે જાણીતો છે. તે 64 વર્ષની ઉંમરે પણ ચાર ચાર કલાક વર્કઆઉટ કરે છે. અને હવે તો લાગે છે કે જાણે તેમની ઉંમર વધવાની જ અટકી ગઇ હોય અને તે એજિંગ રિવર્સમાં આવી ગયા હોય. ગત દિવસોમાં અનિલ કપૂર (Anil Kapoor) હાલમાં જ અરબાઝ ખાન (Arbaaz Khan)નાં નવાં વેબ શો પિંચ 2માં પહોંચ્યો હતો. આ શોમાં અરબાઝ ખાને અનિલ કપૂરને ઘણાં સવાલો કર્યા હતાં. જેનાં તેણે મજેદાર જવાબ આપ્યાં હતાં. અનિલ કપૂરે વખાણ કરનારાથી માંડીને ટ્રોલર્સ સૌનાં જવાબ આપ્યાં હતાં કોઇને નિરાશ નહોતા કર્યાં. અનિલ કપૂરનો આ શોમાં કૂલ અંદાજ નજર આવી રહ્યો છે.
યંગ દેખાવવા માટે સાપનું લોહી પીવે છે એક્ટર- આ શોમાં અરબાઝ ખાને અનિલ કપૂરને કેટલાંક લોકોનો વીડિયો બતાવ્યો. જે અનિલ કપૂરનાં લૂક અંગે જાત જાતની વાત કરતાં હતાં. આ સેગ્મેન્ટમાં વીડિયોમાં એક વ્યક્તિ અનિલ કપૂર અંગે વાત કરતાં કહે છે. તેને બ્રહ્માજીથી વરદાન મળ્યું છે એટલે આટલો યુવાન છે તો એક વ્યક્તિ કહે છે કે, 'મને લાગે છે કે તે પ્લાસ્ટિક સર્જનની સાથે રહે છે. અને સાપનું લોહી પીવે છે.'
શોમાં અરબાઝની સાથે વાતચિત કરતો અનિલ કપૂર
એક ટ્રોલરે કહ્યું કે, આ બાપ-દીકરી પૈસા માટે કંઇપણ કરશે-અરબાઝ ખાન ટ્રોલર્સ દ્વારા અનિલ કપૂરની એક્ટિંગ સ્કિલ્સ પર, તેની દીકરી સોનમ કપૂર (Sonam Kapoor) અને તેની પત્ની સુનીતા કપૂર (Sunita Kapoor) પર કરવામાં આવેલી કમેન્ટ વાંચી સંભળાવે છે. પણ અનિલ કપૂર જરાં પણ વિચલિત થતો નથી. પણ બિન્દાસથી સૌનાં જવાબ આપે છે. એક કમેન્ટમાં બાપ દીકરીની જોડી પૈસા માટે કંઇપણ કરી શકે છે. તેનાં પર અનિલ કપૂર કહે છે કે, કદાચ તેનો ખરાબ દિવસ હશે કે તે કોઇ કારણે દુખી હશે. તો એક અન્ય કમેન્ટમાં એક યુઝરે લખ્યું હતું કે, જેમની પાસે પૈસા હોય છે તેમને શરમ નથી હોતી અને જેમની પાસે શરમ હોય છે તેમની પાસે પૈસા નથી હોતા.
અનિલ કપૂરે આપ્યો જવાબ- તેનાં પર અનિલ કપૂર કહે છે કે, જો કોઇનાં વિશે આપને માહિતી ન હોય તો, તેનાં પર પોતાનાં વિચારો ન જાહેર કરવાં જોઇએ. અનિલ કપૂરને એક ટ્રોલરે 64ની ઉંમરે આટલાં ફિટ અને યંગ દેખાવાનું રહસ્ય પુછ્યું જેના પર તેણે હંસીને કહ્યું કે, દર્શક તેમનાં પૈસા અમને જોવા માટે કરે છે અને જો અમે સારા નહીં દેખાઇએ તો કોઇ શું જોશે.
સલમાનનાં લગ્ન પર બોલ્યો અનિલ કપૂર- અરબાઝ ખાને અનિલ કપૂરને પુછ્યું કે, સલમાન ખાનનાં લગ્ન ક્યારે થશે? જેનાં પર અનિલ કપૂરે કહે છે કે, 'આપ સલમાનનાં ભાઇ છો તો આપ જણાવો મને, ઘરે વાતચીત તો થતી હશે.' જેનાં જવાબમાં અરબાઝ ખાન નિરાશાનાં સ્વરમાં કહે છે કે, 'અરે થાકી ગયા હમે' જે બાદ અનિલ કપૂરે પણ આ સવાલનો જવાબ આપ્યો કે, 'ચર્ચાઓ તો ઘણી થાય છે પણ તે પોતે જવાબ નથી આપતો તો અમે કેવી રીતે જવાબ આપી શકીએ.'