મુંબઈ: બોલિવૂડ અભિનેતા અજય દેવગણ (Ajay Devgn)ના ભાઈ અનિલ દેવગણ (Anil Devgan) તમાને આંચકો આપીને દુનિયાને અલવિદા કહી ગયા છે. પોતાના ભાઈના નિધનના સમાચાર ખુદ અજય દેવગણે સોશિયલ મીડિયા (Social Media)ના માધ્યમથી આપ્યા છે. અજય દેવગણે પોતાના સોશિયલ મીડિયા પર ભાઈ અનિલ દેવગણની એક તસવીર મૂકીને ખૂબ જ લાગણીસભર સંદેશ લખ્યો છે. જોકે, આ પોસ્ટમાં અજય દેવગણના ભાઈના મોતનાં કારણ અંગે લખવામાં આવ્યું નથી. આ પોસ્ટ પર ફેન્સ અને સિલિબ્રિટી વિવિધ પ્રતિક્રિયા આપી રહ્યા છે. તમામ લોકો દુઃખની લાગણી વ્યક્ત કરતાની સાથે સાથે અનિલ દેવગણની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યા છે.
અજય દેવગણે પોતાના અધિકારિક ફેસબુક અને ટ્વિટર એકાઉન્ટ પર ભાઈ અનિલ દેવગણની એક તસવીર મૂકી છે. આ તસવીર સાથે અજય દેવગણે લખ્યું છે કે, "મેં ગત રાત્રે મારા ભાઈને ગુમાવો દીધો છે. તેમના અચાનક જવાથી અમારો પરિવાર તૂટીને રહી જશે. ADFF અને હું તેમને ખૂબ યાદ કરીશું. તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરો." સાથે જ અજય દેવગણે માહિતી આપી છે કે, "કોરોના મહામારીને કારણે અમે પ્રાર્થના સભાનું આયોજન નથી કરી રહ્યા."
નીચે જુઓ અજય દેવગણે સોશિયલ મીડિયા પર મૂકેલી પોસ્ટ-
I lost my brother Anil Devgan last night. His untimely demise has left our family heartbroken. ADFF & I will miss his presence dearly. Pray for his soul. Due to the pandemic, we will not have a personal prayer meet🙏 pic.twitter.com/9tti0GX25S
અજય દેવગણે સોશિયલ મીડિયા પર મૂકેલી તસવીર પર લોકો પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે, તમામ લોકો અનિલ દેવગણના નિધનથી આઘાતમાં નજરે પડી રહ્યા છે. અનેક હસ્તીઓએ અનિલ દેવગણને યાદ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે.
અનિલ દેવગણનું નિધન બોલિવૂડ માટે ખરેખર મોટો ઝટકો છે. નોંધનીય છે કે અનિલ દેવગણે બોલિવૂડની અનેક પ્રસિદ્ધ ફિલ્મનું દિગ્દર્શન કર્યું છે. અનિલ દેવગણે 'રાજૂ ચાચા', 'બ્લેકમેલ' અને 'હાલ-એ-દિલ' જેવી ફિલ્મના દિગ્દર્શન માટે ઓળખવામાં આવે છે. તેઓ અજય દેવગણની ફિલ્મ 'સન ઑફ સરદાર'ના ક્રિએટિવ દિગ્દર્શક હતા.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર