Home /News /entertainment /ટીવીની આ પ્રખ્યાત અભિનેત્રીને થઈ ગંભીર બીમારી, હોસ્પિટલમાં દાખલ થવાના પણ નથી રૂપિયા

ટીવીની આ પ્રખ્યાત અભિનેત્રીને થઈ ગંભીર બીમારી, હોસ્પિટલમાં દાખલ થવાના પણ નથી રૂપિયા

ટીવીની આ પ્રખ્યાત અભિનેત્રીને થઈ ગંભીર બીમારી

ટેલીવિઝન જગતની એક પ્રખ્યાતર અભિનેત્રી (TV Actress Serious Health) શૂટિંગ દરમિયાન બેહોશ થઈ ગઈ હતી. જ્યારે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી ત્યારે ખબર પડી કે તેની કિડની ફેલ થઈ ગઈ છે. તેના પિતાનું કહેવું છે કે તેની પાસે તેની સારવાર માટે પૈસા નથી.

વધુ જુઓ ...
    ટેલીવિઝનનો લોકપ્રિય શો 'મેરે સાંઈ' (Mere Sai) માં મહત્વની ભૂમિકા ભજવનાર અભિનેત્રી અનાયા સોની (Ananya Soni) ની કિડની ફેઈલ થઈ ગઈ છે. તેને પોતાના સોશિયલ મીડિયાના હેંડલથી માહિતી આપી હતી કે તે એક ખાનગી હોસ્પીટલમાં સારવાર લઈ રહી છે. આ સાથે તેણે ચાહકો અને દર્શકોને તેના માટે પ્રાર્થના કરવાની અપીલ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, જ્યારે અનાયા 'મેરે સાંઈ'ના સેટ પર શૂટિંગ કરી રહી હતી ત્યારે તે અચાનક બેહોશ થઈ ગઈ હતી. આ પછી તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.આપણે જણાવી દઈએ કે આ દરમિયાન શૂટિંગ પણ બંધ થઈ ગયું હતું.

    અનાયાએ તેના ઇન્સ્ટાગ્રામ પર તેના સ્વાસ્થ્ય અને તબીબી સ્થિતિ વિશે જણાવ્યું હતું. તેણે કહ્યું કે ક્રિએટિનાઇન અને હિમોગ્લોબિન ખૂબ જ ઓછું થઈ ગયું છે અને તે ડાયાલિસિસ પર છે. તેણે કહ્યું કે તેની હાલત નાજુક છે અને તે ટૂંક સમયમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે અરજી કરશે. તેને પોતાના ઇન્સ્ટાગ્રમ પોસ્ટમાં આ વિશે વિગતવાર જણાવ્યુ છે.

    આ પણ વાંચો:  કાજોલ પીળી સાડી પહેરી બહેન તનિષા સાથે પહોચી દુર્ગા પૂજા પંડાલ, જુઓ એક્ટ્રેસના સુંદર PHOTOS



     
     

     

     


    View this post on Instagram


     

     

     

     

    A post shared by ANAYA T SONI (@theanayasoni)





    અનાયા સોનીએ પોતાની પોસ્ટમાં લખ્યું, “ડોક્ટર કહે છે કે મારી કિડની ફેલ થઈ ગઈ છે અને મારે ડાયાલિસિસ કરાવવું પડશે. મારું ક્રિએટિનાઇન ઘટીને 15.76 અને હિમોગ્લોબિન 6.7 પર આવી ગયું છે. હાલત ગંભીર છે. મને સોમવારે અંધેરી ઈસ્ટની હોલી સ્પિરિટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તમે લોકો મારા માટે પ્રાર્થના કરો." તેણે પોતાની પોસ્ટમાં જોડાવાના હાથની ઇમોજીનો પણ ઉપયોગ કર્યો હતો.

    અનાયા સોનીએ પોતાની પોસ્ટમાં લખ્યું, “ડોક્ટર કહે છે કે મારી કિડની ફેલ થઈ ગઈ છે અને મારે ડાયાલિસિસ કરાવવું પડશે. મારું ક્રિએટિનાઇન ઘટીને 15.76 અને હિમોગ્લોબિન 6.7 પર આવી ગયું છે. હાલત ગંભીર છે. મને સોમવારે અંધેરી ઈસ્ટની હોલી સ્પિરિટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તમે લોકો મારા માટે પ્રાર્થના કરો." તેણે પોતાની પોસ્ટમાં જોડાવાના હાથની ઇમોજીનો પણ ઉપયોગ કર્યો હતો.

    અનાયા કરાવશે કિડની ટ્રાન્સપ્લાન્ટ


    આગળ, અનાયા સોનીએ લખ્યું, "જીવનની સફર મારા માટે સરળ રહી નથી. હું દરેક વર્તમાન ક્ષણને માણતી વખતે તેને સરળ બનાવવાનો પ્રયાસ કરી રહી હતી. પણ મને ખબર હતી કે આ સમય આવવાનો છે. અને આ સમય પણ જતો રહેશે. ટૂંક સમયમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ થશે.. ડાયાલિસિસ બાદ કિડની માટે અરજી કરશે.

    આ પણ વાંચો:  VIDEO: જેઠાલાલની બબીતાજી નવરાત્રિના રંગે રંગાઈ, ચણિયા ચોળી પહેરી ગરબા રમી

    કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે પૈસા નથી


    આજતકના રિપોર્ટ અનુસાર, અનાયા સોનીના પિતાએ જણાવ્યું કે તેની આર્થિક સ્થિતિ પણ સારી નથી. અનન્યાની સારવાર માટે પૈસા નથી. અનન્યાના પિતાને ચિંતા છે કે દીકરીની કિડની રિપ્લેસમેન્ટ અને ડાયાલિસિસ માટે પૈસા ક્યાંથી આવશે.
    Published by:Rahul Vegda
    First published:

    Tags: Entertainment news

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन