Drugs case: અભિનેત્રી અનન્યા સાથે NCBની પૂછપરછ પુરી, કાલે 11 વાગ્યે ફરીથી બોલાવાશે

એનસીબીની ઓફિસ પર અનન્યા પાંડે

cruise drugs party case: અનન્યાના (ananya pandey home) ઘરે પહોંચનારી એનસીબી ટીમના (NCB team officer) એક અધિકારીનું કહેવું છે કે આ તપાસ છે અને એ જરૂરી નથી કે જેમને બોલાવવામાં આવે તે દોષી (Guilty) હોય.

 • Share this:
  મુંબઈઃ બોલિવૂડ અભિનેત્રી (bollywood actress) અનન્યા પાંડે (Ananya Pandey) બે કલાક પૂછપરછ બાદ નારકોટિક્સ કેન્ટ્રોલ બ્યૂરો (NCB office)ઓફિસથી નીકળી ગઈ છે. અનન્યાને કાલે પણ એનસીબીની પૂછપરછ (ncb interrogation) માટે બોલાવવામાં આવી છે. હવે શુક્રવારે સવારે 11 વાગ્યે એનસીબી જોનલ હેડક્વાર્ટર (NCB Zonal Headquarters) ઉપર આવવા માટે કહેવાયું છે.

  આ પહેલા આજે ગુરુવારે એનસીબીના કર્મચારી અનન્યા પાંડેના ઘરે પહોંચ્યા હતા. અને તેમને સમન આપ્યું હતું. અનન્યાની એનસીબીને સામે પોતાનું નિવેદન નોંધાવવાનું છે. જોકે, અનન્યાના ઘરે પહોંચનારી એનસીબી ટીમના એક અધિકારીનું કહેવું છેકે આ તપાસ છે અને એ જરૂરી નથી કે જેમને બોલાવવામાં આવે તે દોષી હોય.

  તપાસ માટે અનન્યાનું લેપટોપ અને મોબાઈલ જપ્ત
  એનડીટીવીની એક રિપોર્ટ પ્રમાણે એનસીબીએ તપાસ માટે અનન્યાનું લેપટોપ અને મોબાઈલ જપ્ત કર્યું છે. એનસીબી સૂત્રો પ્રમાણે અનન્યાનું નામ કેટલાક દિવસોથી શંકાના ઘેરમાં ચાલી રહ્યું હતું.

  આ પણ વાંચોઃ-Viral: વિદ્યાર્થીએ પરીક્ષામાં લખ્યો એવો જવાબ કે પેપર ચેક કરી શિક્ષક પહોંચી ગયા કોમામાં!

  આ પહેલા એક વિવાદમાં ફસાઈ ચૂકી છે અનન્યા
  ઉલ્લેખનીય છેકે આ પહેલા 2019માં અનન્યા એક કોન્ટ્રોવર્સીમાં ફંસાઈ હતી. અનન્યાની સાથે ભણતી એક યુવતીએ એક્ટ્રેસના અભ્યાસને લઈને ખુલાસો કર્યો હતો. તેણે અનન્યાના કોલેજ એડમિશનને ફેક ગણાવ્યું હતું. પહેલી ફિલ્મ રિલીઝ પહેલા આવો જ એક મામલો સામે આવવું સામાન્ય બાબત છે કે અનન્યાની હાલત ખરાબ થઈ ગઈ છે. અનન્નયા આ અંગે ચોખવટ કરવા માટે સોશિયલ મીડિયાનો પણ સહારો લીધો હતો.

  આ પણ વાંચોઃ-અજાણી મહિલાને મોબાઈલ નંબર આપવો અમદાવાદના વેપારીને ભારે પડ્યો, વાંચો honey trapનો ફિલ્મી કિસ્સો

  વાત વર્ષ 2019ની છે, અનન્યા વિશે સોશિયલ મીડિયા ઉપર દાવો કરવામાં આવ્યો હતો કે તેણે યુનિવર્સિટી ઓફ સદર્ન કેલિફોર્નિયામાં એડમિશન મળ્યું ન હતું. આ અંગે તેણે ખોટી જાણકારી આપી હતી. ત્યારબાદ અનન્યાએ સોશિયલ મીડિયાના માધ્યમથી આ અંગે જવાબ આપ્યો હતો.

  ઉલ્લેખનીય છે કે નસીબીના સૂત્રોએ જણાવ્યું હતું કે તેનું નામ થોડા દિવસોથી તપાસ હેઠળ છે. જોકે, એનસીબી (NCB) પુષ્ટિ કરી રહ્યું નથી કે, તે આર્યન ખાન (Aryan Khan) ડ્રગ કેસ સાથે જોડાયેલ છે કે અલગ બાબત છે. આ દરમિયાન, એજન્સીના અધિકારીઓ શાહરૂખ (Shahrukh Khan) ખાનના નિવાસસ્થાન 'મન્નત'ની બહાર પણ જોવા મળ્યા હતા. આર્યન દેખીતી રીતે મુંબઈની ક્રૂઝ પાર્ટી દરમિયાન બોલિવૂડ અભિનેત્રી સાથે ડ્રગ્સની ચર્ચા કરી રહ્યો હતો. એનસીબીએ બુધવારે સ્પેશિયલ કોર્ટમાં તેની વોટ્સએપ ચેટ રજૂ કરી હતી. ડ્રગ પેડલર્સ સાથેની તેની ચેટ્સ પણ કોર્ટમાં આપવામાં આવી હતી.

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ ચેતવણી રૂપ કિસ્સો! બેકાર પતિ માટે ભાડે રીક્ષાનું પૂછવું પત્નીને ભારે પડ્યું, મહિલાને રીક્ષા ચાલકનો થયો કડવો અનુભવ

  બોમ્બે હાઈકોર્ટ 26 ઓક્ટોબરે આર્યન ખાનની જામીન અરજી પર સુનાવણી કરશે, તેના વકીલોએ એએનઆઈને જણાવ્યું હતું કે, અગાઉ, એવું કહેવામાં આવ્યું હતું કે, તેનો કેસ જસ્ટિસ એનડબલ્યુ સામ્બ્રે સમક્ષ ઉલ્લેખ કરવામાં આવે તેવી શક્યતા છે, તાત્કાલિક સુનાવણીની માંગણી પણ કરી છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા દાખલ કરવામાં આવેલા ડ્રગ્સ કેસમાં મુંબઈની વિશેષ અદાલતે શાહરૂખ ખાનના પુત્રના જામીન નામંજૂર કર્યા બાદ આ પગલું ભરવામાં આવ્યું છે.

  સવારે, બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન પુત્ર આર્યનને મળવા માટે આજે આર્થર રોડ જેલમાં પહોંચ્યા બાદ જેલ સત્તાવાળાઓએ તેમને રૂબરૂ મળવાની મંજૂરી આપી હતી. કોવિડ પ્રોટોકોલને કારણે રૂબરૂ મુલાકાત પર પ્રતિબંધ હતો. તમને જણાવી દઈએ કે, આર્યન ધરપકડ બાદ 18 દિવસથી જેલમાં છે.
  Published by:ankit patel
  First published: