BF સાથે માલદીવ્સથી પરત આવ્યાં બાદ મા-બાપ સાથે Chill કરતી નજર આવી Ananya Pandey

BF સાથે માલદીવ્સથી પરત આવ્યાં બાદ મા-બાપ સાથે Chill કરતી નજર આવી Ananya Pandey
PHOTO: Instagram/Ananya Pandey

સોશિયલ મીડિયા (Social Media) પર અનન્યા પાંડેની (Ananya Pandey) નવી તસવીરો ખુબજ ચર્ચામાં છે જેમાં તે પિતા ચંકી પાંડે, મમ્મી ભાવના પાંડે અને નાની બહેન સાથે મુંબઇમાં ફરતી નજર આવી રહી છે.

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ (Bollywood) એક્ટ્રેસ અનન્યા પાંડે (Ananya Pandey) 'ખાલી-પીલી'નાં કો-સ્ટાર ઇશાન ખટ્ટરની સાથે નવાં વર્ષનું જશ્ન માલદીવ્સમાં ઉજવ્યું હતું. તેમનાં વેકેશન્સને ફુલી એન્જોય કર્યા બાદ હવે અનન્યા મુંબઇ પરત આવી ગઇ છે. નવાં વર્ષે પરિવારથી દૂર એક્ટ્રેસ હવે ફેમિલીની સાથે મુંબઇમાં ચિલ કરી રહી છે. સોશિયલ મીડિયા (Social Media) પર અનન્યા પાંડેની નવી તસવીર ખુબજ વાયરલ થઇ રહી છે. જેમાં તે તેનાં પિતા ચંકી પાંડે, મમ્મી ભાવના પાંડે અને નાની બહેનની સાથે મુંબઇમાં સફર કરી રહી છે.

    ન્યૂયર પર સોશિયલ મીડિયા (Social Media) પર તેની હોટ તસવીરો શેર કરી સનસની મચાવનારી એક્ટ્રેસ અનન્યા પાંડે (Ananya Pandey) મુંબઇ પરત આવ્યા બાદ તેનાં પરિવારની સાથે છે. એક્ટ્રેસની માતા ભાવના પાંડે (Bhavna Pandey) અને પિતા ચંકી પાંડે (Chunky Pandey)ની કેટલીક તસવીરો શેર કરી છે. ભાવના પાંડેએ 'ગેટ વે ઓફ ઇન્ડિયા' ની તસવીર તેનાં ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી છે. જેમાં સમગ્ર પરિવાર એક સાથે હસતો જોવા મળી રહ્યો છે.





    એક્ટ્રેસે પણ આ તસવીર શેર કરી છે. તેણે આ તસવીર શેર કરતાં કેપ્શનમાં લખ્યું છે કે, -20-20 ફન. તસવીર પર લોકો ગણી કમેન્ટ કરી રહ્યાં છે. તો ચંકી પાંડેએ પણ એક તસવીર શેર કરી છે. જેમાં તે પરિવારની સાતે ડિનર લેતો નજર આવી રહ્યો છે. તેમાં તેણે કેપ્શનમાં લખ્યું છે કે, 'ઓલ માય ગર્લ્સ'. ચંકી પાંડેની આ પોસ્ટ પર બોલિવૂડ સેલિબ્રિટીઝ કમેન્ટ કરી રહ્યાં છે.




    આપને જણાવી દઇએ કે, અનન્યાએ તેનાં કરિઅરની શરૂઆત ટાઇગર શ્રોફની સાથે ફિલ્મ 'સ્ટૂડન્ટ ઓફ ધ યર-2'થી કરી હતી. જે બાદ તે ફિલ્મ પતિ પત્ની અને વો અને ખાલી પીલી જેવી ફિલ્મોમાં કામ કરી ચુકી છે. તેનાં અપકમિંગ પ્રોજેક્ટની વાત કરીએ તો હાલમાં તેની પાસે બે પ્રોજેક્ટ છે. પહેલી શકુન બત્રાની ફિલ્મ છે. જેનું નામ હજુ સુધી ફાઇનલ નથી થયું. અને બીજી વિજય દેવરાકોંડાની તે ફિલ્મ છે જે પુરી જગન્નાથ બનાવશે. આ ફિલ્મ ઘણી ભાષામાં રિલીઝ થશે.
    Published by:Margi Pandya
    First published:January 05, 2021, 11:43 am

    ટૉપ ન્યૂઝ