Home /News /entertainment /VIDEO: મનીષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીમાં આદિત્યની ખુલી ગઈ પોલ, યુઝર્સે કોમેન્ટ કરીને કર્યો ટ્રોલ
VIDEO: મનીષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીમાં આદિત્યની ખુલી ગઈ પોલ, યુઝર્સે કોમેન્ટ કરીને કર્યો ટ્રોલ
ફાઈલ ફોટો
ફેશન ડિઝાઈનર મનિષ મલ્હોત્રાએ દિવાળી પાર્ટીનું આયોજન કર્યુ હતું, જ્યાં ઘણાં બોલિવૂડ સેલિબ્રિટી હાજર હતાં. ત્યારે આદિત્ય રોયનો એક એવો વીડિયો સામે આવ્યો છે જેમાં તેના રિલેશનશિપની પોલ ખૂલી ગઈ તેવું યુઝર્સ દ્વારા કહેવામાં આવી રહ્યું છે.
મુંબઈઃ સેલિબ્રિટી ચેટ શો 'કોફી વિથ કરણ સિઝન 7'માં કરણ જોહરે અનન્યા પાંડે અને આદિત્ય રૉય કપૂરની વચ્ચે કંઈક ખીચડી રંધાઈ રહી છે, તે વાત તરફ ઈશારો કર્યો હતો. પરંતુ, અભિનેત્રીએ તે વાતનો ગોળ-ગોળ જવાબ આપ્યો હતો. કરણ જોહરે ઈશારો કર્યો ત્યારબાદ આદિત્ય અને અનન્યાનું નામ ચર્ચાનો વિષય બની ગયુ હતું. કહેવામાં આવી રહ્યુ છે કે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. હવે દિવાળી પાર્ટીમાં બંને સાથે સમય વિતાવતા જોવા મળતા આ વાતને ફરીથી હવા મળી રહી છે.
તકવીરો સામે આવ્યા બાદ એકવાર ફરી બંનેની ડેટિંગ અફવાઓને જોર મળી રહ્યુ છે. નોંધનીય છે કે, ગુરુવારે મનીષ મલ્હોત્રાના ઘરે દિવાળી પાર્ટી યોજવામાં આવી હતી, જેમાં ઘણાં સેલેબ્સ પહોંચ્યા હતાં. ખાસ વાત એ છે કે આ પાર્ટીમાં અનન્યા અને આદિત્ય પણ પહોંચ્યા હતાં. પણ બંનેનો પહોંચવાનો સમય અલગ-અલગ હતો. અહીં પહોંચતા જ બંનેએ સાથે ફોટો માટે પોઝ પણ આપ્યા હતાં.
એટલું જ નહીં, આ દરમિયાન બંનેએ એક જ કલરના કપડા પહેર્યા હતાં. જોકે, પાર્ટીમાં હાજર મોટાભાગનાં સેલેબ્સે આ જ રંગના કપડાં પહેર્યા હતાં. અનન્યા અને આદિત્યનો એક વીડિયો સામે આવ્યો છે, જેના પછી દરેક લોકો એ સવાલ કરી રહ્યા છે કે આ બંનેનો એ તરફ તો ઈશારો નથી ને કે અમે બંને એક રિલેશનશિપમાં છીએ. ઘણાં લોકોએ વીડિયો પર કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી છે.
વીડિયો પર કોમેન્ટ કરીને યુઝર્સની ખુશ અને નાખુશ બંને પ્રકારની પ્રતિક્રિયા સામે આવી રહી છે. અનન્યા અને આદિત્યના વીડિયો પણ ઘણાં યુઝર્સે કોમેન્ટ કરીને તેમને ટ્રોલ કરવાનો પ્રયત્ન પણ કર્યો હતો. એક યુઝરે લખ્યુ- 'નો... આ છોકરી આદિત્ય રૉયની ગર્લફ્રેન્ડ ના હોય શકે' એક અન્ય યુઝરે લખ્યુ- 'આદિત્ય આ છોકરી સાથે પોઝ કેમ આપી રહ્યો છે' એક અન્ય યુઝરે કોમેન્ટ કરી- 'મને લાગે છે કે અનન્યા આદિત્ય સાથે ફોટો ક્લિક કરાવવા નથી માંગતી, પણ આદિત્યએ કહ્યુ કે ખાલી એક ફોટો જ તો માંગી રહ્યા છે.'
Published by:Hemal Vegda
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર