Ananya Panday: બાળપણની સહેલીઓ છે અનન્યા પાંડે અને સુહાના ખાન, આર્યન ખાન પણ છે આ ગ્રુપનો હિસ્સો
Ananya Panday: બાળપણની સહેલીઓ છે અનન્યા પાંડે અને સુહાના ખાન, આર્યન ખાન પણ છે આ ગ્રુપનો હિસ્સો
સુહાના ખાન અને અનન્યા પાંડે
અભિનેતા ચંકી પાંડે (Chunky Panday)ની પુત્રી અને અભિનેત્રી અનન્યા પાંડે (Ananya Panday)ને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) દ્વારા પૂછપરછ માટે બોલાવવામાં આવી હતી.
બહુચર્ચિત ડ્રગ્સ કેસ(Drugs Case)માં શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન(Aryan Khan)ની ધરપકડ બાદ બૉલીવુડ (Bollywood)ના અનેક નામોનો ખુલાસો થઇ રહ્યો છે. હવે આ કેસમાં નવો વળાંક સામે આવ્યો છે. ગઇકાલે એટલે કે ગુરૂવારે બોલીવૂડ અભિનેતા ચંકી પાંડે (Chunky Panday)ની પુત્રી અને અભિનેત્રી અનન્યા પાંડે (Ananya Panday)ને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) દ્વારા પૂછપરછ માટે બોલાવવામાં આવી હતી. પાંડે અને ખાન ફેમિલી વચ્ચે મજબૂત સંબંધો છે, અનન્યા પાંડે શાહરૂખાનની દિકરી સુહાના ખાન (Suhana Khan)ની ખાસ ફ્રેન્ડ(Best Friends) છે, જ્યારે અનન્યાની માતા ભાવના પાંડે(Bhavna Panday) અને સુહાનાની માતા ગૌરી ખાન(Gauri Khan) પણ સારી સહેલીઓ છે.
બાળપણની બહેનપણીઓ છે સુહાના-અનન્યા
અનન્યા પાંડે અને સુહાના ખાન બંને બાળપણથી એકબીજાની ખાસ ફ્રેન્ડ્સ(Childhood Friends) રહી છે. બંને અવારનવાર પોતાના સોશ્યલ મીડિયા પર એકબીજા સાથે તસવીરો શેર કરતી નજરે આવે છે. સુહાના અન અનન્યાને ઘણી વખત સાથે પાર્ટી કરતા પણ જોવામાં આવી છે. ઘણી વખત આર્યન ખાન(Aryan Khan) પણ તેમની પાર્ટીનો હિસ્સો રહ્યો છે.
સાથે રજાઓ માણતા દેખાય છે
વર્ષ 2019માં શાહરૂખ ખાનના સંતાનો સુહાના ખાન, આર્યન ખાન અને અબ્રામ ખાને વર્ષનો છેલ્લો સપ્તાહ પોતાના અલીબાગ સ્થિત ફાર્મહાઉસમાં વિતાવ્યું હતું. આ ત્રણેયની સાથે તેના ખાસ મિત્રો પણ હતા, જેમાં અનન્યા પાંડે પણ સામેલ હતી. સુહાનાની પિતરાઇ બહેન આલિયા છીબાએ ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કર્યો હતો. જેમાં સુહાના અને અનન્યા પાંડે પણ સામેલ હતી.
શોમાં એકસાથે દેખાયા બંને પરીવાર
અનન્યા પાંડેની માતા ભાવના પાંડે તે ક્વાર્ટરનો ભાગ છે જે ગત વર્ષે નેટફ્લિક્સ શો ફેબ્યુલસ લાઇવ્સ ઓફ બોલીવૂડ વાઇવ્સમાં આવ્યો હતો. આ શોના છેલ્લા એપિસોડમાં શાહરૂખ ખાન અને ગૌરી ખાને ગેસ્ટ અપિયરન્સ આપ્યો હતો, જેમાં તેઓએ મન્નતમાં પાર્ટનું આયોજન કર્યુ હતું. આ શોના પ્રોડ્યુસર કરણ જોહરે આ બદલ ગૌરી ખાનનો આભાર પણ માન્યો હતો.
અનન્યા પાંડે પણ એપિસોડમાં પોતાની માતા અને મિત્રો સાથે તેના બાળપણની યાદો તાજી કરવા માટે નજરે આવી હતી. જેમાં તમામ માતાઓ અને તેની દિકરીઓએ સાથે સમય વિતાવ્યો હતો. તો બીજી તરફ સુહાના ખાને વીડિયો કોલ દ્વારા શોમાં હાજરી આપી હતી અને ન્યૂયોર્કથી પોતાની ખાસ ફ્રેન્ડ સાથે વાતચીત કરી હતી. સુહાના અને અનન્યા બંને એકબીજાની ખાસ સહેલીઓ છે અને અવારનવાર સાથે ફોટાઓ શેર કરે છે. શાહરૂખ ખાને પણ ગૌરીના મિત્રો વિશે પ્રેમથી વાત કરી હતી. અને તે બોલીવૂડમાં પારિવારીક દોસ્તીની સૌથી શ્રેષ્ઠ યાદો પૈકીની એક હતી.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર