Home /News /entertainment /અનન્યા પાંડેએ બિકીનીમાં ફ્લોન્ટ કર્યો સિઝલિંગ લુક, યૂઝર્સે કરી ટ્રોલ

અનન્યા પાંડેએ બિકીનીમાં ફ્લોન્ટ કર્યો સિઝલિંગ લુક, યૂઝર્સે કરી ટ્રોલ

એક્ટ્રેસે બિકિનીમાં ફ્લોન્ટ કર્યો સિઝલિંગ લુક

ફિલ્મ લાઈગરને લઈને અનન્યા પાંડે ખૂબ જ ચર્ચામાં આવી છે. અનન્યા પાંડેએ ફિલ્મ લાઈગરથી સાઉથ સિનેમામાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખૂબ જ ખરાબ રીતે પછડાઈ છે.

    ફિલ્મ લાઈગરને લઈને અનન્યા પાંડે ખૂબ જ ચર્ચામાં આવી છે. અનન્યા પાંડેએ ફિલ્મ લાઈગરથી સાઉથ સિનેમામાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખૂબ જ ખરાબ રીતે પછડાઈ છે. અનન્યા પાંડે હાલમાં ઈટલીમાં રજાઓ માણી રહી છે અને તેણે પોતાના ફોટોઝ પણ શેર કર્યા છે. આ બોલ્ડ ફોટોઝમાં અનન્યા પાંડે ખૂબ જ સુંદર લાગી રહી છે, પરંતુ યૂઝર્સ અનન્યા પાંડેને ટ્રોલ કરી રહ્યા છે.

    અનન્યા પાંડેએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બિકિનીમાં ફોટોઝ શેર કર્યા છે. ગ્રીન બિકિનીમાં અનન્યા પાંડે સનબાથ લઈ રહી છે. બ્લેક ગોગલ્સ અને નેકપીસ સાથે અભિનેત્રીએ પોતાનું બ્યુટીફૂલ લુક કમ્પલીટ કર્યો છે. ફોટોઝમાં અનન્યા પાંડેનો સિઝલિંગ અને બોલ્ડ લુક જોવા મળી રહ્યો છે. અનન્યા પાંડેના ફેન્સ તેના આ લુકના ખૂબ જ વખાણ કરી રહ્યા છે. બીજી તરફ ફિલ્મ લિગર ફ્લોપ થતા અનેક લોકો અનન્યા પાંડેને ટ્રોલ કરી રહ્યા છે.

    આ પણ વાંચોઃ Liger: ફિલ્મની નિષ્ફળતાથી ‘લાઈગર’ નાખુશ, થિયેટરમાં ફિલ્મ જોતી વખતે વિજય દેવરાકોંડાની આંખોમાં આંસુ આવી ગયા

    અનન્યા પાંડેએ થોડા સમય પહેલા જ આ ફોટોઝ શેર કર્યા છે, આ પોસ્ટ પર ખૂબ જ કમેન્ટ કરવામાં આવી રહી છે. ફિલ્મ 'લિગર'ની નિષ્ફળતા બાદ અનન્યા પાંડેને સોશિયલ મીડિયા ટ્રોલ કરવામાં આવી રહી છે. લોકોએ તેને એક્ટિંગ ક્લાસમાં જવાની સલાહ આપી છે.




    એક યૂઝરે કમેન્ટ કરી છે કે, ‘ફિલ્મ ફ્લોપ થયા બાદ કેવી રીતે કૂલ રહેવું જોઈએ.’ અન્ય યૂઝરે કમેન્ટ કરી છે કે, ‘પહેલા એક્ટીંગ શીખો.’ તો અન્ય યૂઝરે કમેન્ટ કરી છે કે, ‘ફિલ્મ ફ્લોપ થયા બાદ પહેલીવાર કોઈ એક્ટર જશ્ન મનાવી રહ્યો છે.’ અન્ય યૂઝર્સ કમેન્ટ કરી રહ્યા છે કે, ‘હવે આની પાસે ટેલેન્ટ તો નથી, માત્ર હવે આ જ બાકી રહ્યું છે.’



    ફિલ્મ લિગરમાં અનન્યા પાંડે એક્ટ વિજય દેવરકોંડા સાથે જોવા મળી હતી. દર્શકોમાં આ ફિલ્મને લઈને ખૂબ જ ક્રેઝ જોવા મળ્યો હતો. આ ફિલ્મ રિલીઝ થયા બાદ તે સિનેમાઘરોમાં વધુ ચાલી શકી ન હતી. દર્શકોને આ કહાની બિલ્કુલ પણ પસંદ આવી નહોતી. પુરી જગન્નાથના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ ઊંઘા માથે પછડાઈ ગઈ છે. અનન્યા પાંડેના કરિયરની પાંચમી ફિલ્મ 'લિગર' બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી નથી. તેણે દેશભરમાં ફિલ્મનું પ્રમોશન કર્યું હતું.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Ananya Pandey

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन