Home /News /entertainment /Video: 'પૂ' બની અનન્યાએ કરીનાની કરી એક્ટિંગ, બેબો પણ થઈ ગઈ ઈમ્પ્રેસ
Video: 'પૂ' બની અનન્યાએ કરીનાની કરી એક્ટિંગ, બેબો પણ થઈ ગઈ ઈમ્પ્રેસ
ફાઇલ ફોટો
બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડે કરીના કપૂરની ખૂબ મોટી ફેન છે. અનન્યાએ તેણીના જન્મદિવસના ખાસ અવસર પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેણી 'પૂ'ના કેરેક્ટરને રિક્રિએટ કરી રહી છે. જે વીડિયો હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડેએ બોલિવૂડમાં એન્ટ્રી લીધી એનો લાંબો સમય નથી થયો, પણ પોતાની ઓળખ બનાવવામાં તે સફળ રહી છે. તાજેતરમાં, અભિનેત્રીએ તેણીનો 24મો જન્મદિવસ ઉજવ્યો અને આ અવસર પર ઇન્ડસ્ટ્રીના ઘણા લોકોએ તેણીને અભિનંદન પણ પાઠવ્યા હતાં. જો કે, અનન્યા આ દિવસે પોતે એક અલગ જ અંદાજમાં જોવા મળી હતી. બર્થડેના દિવસે અનન્યા કરીનાના 'પૂ'ના કેરેક્ટરમાં જોવા મળી હતી. તે પછી અનન્યાએ જે કર્યુ તેને જોઈને ખુદ બેબો પણ તેણીની ફેન થઈ ગઈ હતી.
અનન્યાએ K3Gના આ સીનને કર્યો રીક્રિએટ
અનન્યાએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે અરીસા સામે ઊભી રહીને વર્ષ 2001ની ફિલ્મ 'કભી ખુશી કભી ગમ'ના 'પૂ' સીનને રિક્રિએટ કરી રહી છે. તેણીએ ગુલાબી ક્રોપ ટોપ, મીની સ્કર્ટ અને ગુલાબી જેકેટ સાથે ફર સ્કાર્ફ પહેર્યો હતો. 'પૂ'નો ડાયલોગ રિપીટ કરતી વખતે અનન્યા કહે છે, 'તુમ્હારા કોઈ હક નહીં બનતા કે તુમ ઇતની સુંદર લગો, નૉટ ફેયર'. આ વીડિયોમાં અનન્યા કરીનાની જેમ ચાલવાની અને બોલવાની પણ એક્ટિંગ કરે છે.
અનન્યાએ પહેલાં પણ ઘણી વાર કહ્યું છે કે તે બેબોની મોટી ફેન છે. છેલ્લા કેટલાક ઈન્ટરવ્યુમાં તેણીએ કરીના કપૂર ખાનને પોતાની ફેવરિટ એક્ટ્રેસ ગણાવી હતી. તેના બર્થડેનાં દિવસે પણ અનન્યાએ લખ્યું, "આજે મારો જન્મદિવસ છે અને કાલે હેલોવીન છે, તેથી મારે મારી ઑલટાઈમ ફેવરેટ 'પૂ'ની જેમ તૈયાર થવાનું હતું! સ્વાભાવિક છે કે હું કરીના કપૂરની ફેન છું." ઉલ્લેખનીય છે કે, અનન્યાના આ લુકના કરીનાએ વખાણ કર્યા હતાં અને અનન્યાની આ પોસ્ટને તેણીએ રીપોસ્ટ પણ કરી હતી.
આગલા દિવસે હેલોવીન પાર્ટીમાં અનન્યા પાંડે સહિત ઘણા સેલેબ્સ પણ સામેલ થયા હતા. આ દરમિયાન તે 'પૂ' પાત્રના ગેટઅપમાં જોવા મળી હતી. તેમની પાર્ટીની ઘણી તસવીરો વાયરલ થઈ હતી. અનન્યાની તસવીર શેર કરતી વખતે કરીનાએ પોસ્ટમાં તેના વખાણ કર્યા હતાં અને તેણીએ પોતાના 'પૂ' કેરેક્ટરની જેમ જ અનન્યાને 'પ્રીટિ હૉટ એન્ડ ટેમ્પટિંગ' કહ્યુ હતું.
Published by:Hemal Vegda
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર