Home /News /entertainment /

Ananya-Ishaan Break up: અનન્યા પાંડે 3 વર્ષથી ઈશાન ખટ્ટરને કરી રહી હતી ડેટ? હવે ઉડી રહી છે બ્રેકઅપની અફવા

Ananya-Ishaan Break up: અનન્યા પાંડે 3 વર્ષથી ઈશાન ખટ્ટરને કરી રહી હતી ડેટ? હવે ઉડી રહી છે બ્રેકઅપની અફવા

થોડા સમય પહેલા અનન્યા અને ઈશાન ચર્ચામાં આવ્યા હતા. તે સમયે અનન્યા ઈશાન ખટ્ટરના ભાઈ શાહિદ કપૂરની બર્થડે પાર્ટીમાં સ્પોટ થઈ હતી

Entertainment news - એવું કહેવામાં આવી રહ્યું છે કે, બંનેનો જુદા પાડવાનો નિર્ણય રાજીખુશીથી અમલમાં મુકાયો છે, બ્રેકઅપ છતાં અનન્યા અને ઈશાન વચ્ચે મિત્રતા જળવાઈ રહેશે

મુંબઈ : અનન્યા પાંડે (Ananya Panday) અને ઈશાન ખટ્ટર (Ishaan Khatter) ભલે તેમના અફેર વિશે મૌન હોય, પરંતુ પાપારાઝી દ્વારા તેઓને અનેક વખત એકસાથે ક્લિક કરવામાં આવ્યા હતા. આ કપલ સિક્રેટ વેકેશન પર જઈ રહ્યું હોવાની પણ ચર્ચાઓ થઈ હતી. ત્યારે તાજેતરના અહેવાલો સૂચવે છે કે લગભગ ત્રણ વર્ષ સુધી ડેટિંગ કર્યા પછી, બંને હવે અલગ (Ananya-Ishaan Break up)થઈ ગયા છે.

એવી ચર્ચાઓ છે કે ફિલ્મ 'ખાલી પીલી'ના શૂટિંગ દરમિયાન રૂમર્ડ કપલ સારા મિત્રો બની ગયા હતા. અહીંથી બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા હતા, પરંતુ હવે તેઓએ પોતાના સંબંધોને પૂરા કરવાનો નિર્ણય લીધો છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, બંનેનો જુદા પાડવાનો નિર્ણય રાજીખુશીથી અમલમાં મુકાયો છે.

ફિલ્મોમાં સાથે કામ કરી શકે છે આ રુમર્ડ કપલ?

પિંકવિલાના રિપોર્ટ અનુસાર બ્રેકઅપ છતાં અનન્યા અને ઈશાન વચ્ચે મિત્રતા જળવાઈ રહેશે. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, જો તેમની પાસે કોઈ ઓફર આવે છે તો તેઓ સાથે ફિલ્મ કરી શકે છે. એક સૂત્રએ જણાવ્યું હતું કે બંનેને સમજાયું કે વસ્તુઓને જોવાની તેમની રીત એકબીજાથી થોડી અલગ છે અને તેથી તેઓએ તેમના સંબંધોને સમાપ્ત કરવાનો નિર્ણય કર્યો હતો. જો કે આગળ જતા તેમના સંબંધો મિત્રતાની દ્રષ્ટિએ સારા રહેશે તેવું પણ જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો - સોનમ કપૂરે વ્હાઈટ આઉટફિટમાં ફ્લોન્ટ કર્યો બેબી બમ્પ, રોયલ લૂકમાં દેખાઈ ખૂબ જ સુંદર

શાહિદ કપૂરની બર્થ ડે પાર્ટીમાં સ્પોટ થઈ હતી અનન્યા

થોડા સમય પહેલા અનન્યા અને ઈશાન ચર્ચામાં આવ્યા હતા. તે સમયે અનન્યા ઈશાન ખટ્ટરના ભાઈ શાહિદ કપૂરની બર્થડે પાર્ટીમાં સ્પોટ થઈ હતી. અનન્યાની ઘણી તસવીરો એ વાતનો પુરાવો આપે છે કે, તે આખા પરિવારની ખૂબ જ નજીક છે. તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી, જેનાથી તેના પ્રશંસક પણ દંગ રહી ગયા હતા.

‘ખો ગયે હમ કહાં’ ની શૂટિંગમાં વ્યસ્ત છે અનન્યા

અનન્યા પાસે હાલ ઘણા પ્રોજેક્ટ છે. તે ફિલ્મ 'ખો ગયે હમ કહાં'ના શૂટિંગમાં વ્યસ્ત છે, જેમાં તેના સિવાય સિદ્ધાંત ચતુર્વેદી અને આદર્શ ગૌરવ કામ કરી રહ્યા છે, જ્યારે ઈશાન 'ફોન ભૂત' અને 'પિપ્પા'માં જોવા મળશે. તે 'ફોન ભૂત'માં સિદ્ધાંત ચતુર્વેદી અને કેટરિના કૈફ સાથે સ્ક્રીન શેર કરતા જોવા મળશે.
First published:

Tags: Ananya panday, Entertainment

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन