Home /News /entertainment /પકડાઇ ગઇ અનન્યા પાંડેની ચોરી, દિવાળી પાર્ટીમાં છુપાઇને આ ફેમસ એક્ટર સાથે કરી રહી હતી ઇલુ-ઇલુ
પકડાઇ ગઇ અનન્યા પાંડેની ચોરી, દિવાળી પાર્ટીમાં છુપાઇને આ ફેમસ એક્ટર સાથે કરી રહી હતી ઇલુ-ઇલુ
ફોટો : @ananyapanday
Ananya Panday Aditya Roy Kapur affair : બોલીવુડ ફિલ્મ સ્ટાર અનન્યા પાંડે અને આદિત્ય રૉય કપૂર હાલમાં જ રમેશ તૌરાનીની દિવાલી પાર્ટીમાં એકબીજા સાથે ખૂણામાં ગુપચુપ ઇલુ-ઇલુ ફરમાવતા કેમેરામાં કેદ થઇ ગયા. જેની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.
Ananya Panday-Aditya Roy Kapur dating : બોલીવુડ સ્ટાર અનન્યા પાંડેને ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યાને હજુ ગણતરીના વર્ષો થયા છે. એક્ટ્રેસે અત્યારસુધીમાં આશરે 3થી 4 ફિલ્મોમાં કામ કર્યુ છે. જો કે એક્ટ્રેસના કામ કરતાં તેની પર્સનલ લાઇફની વધુ ચર્ચા થાય છે. એક્ટ્રેસ અનન્યા પાંડેના લિંકઅપ અને બ્રેકઅપની ખબરો પણ ઘણીવાર સામે આવી ચુકી છે.
તેવામાં હવે એક્ટ્રેસનું નામ એક્ટર આદિત્ય રોય કપૂર સાથે જોડાયું છે. તેનો ખુલાસો કરણ જોહરે તે સમયે કર્યો જ્યારે અનન્યા પાંડે તેના ચેટ શૉ કૉફી વિથ કરણ 7માં ગેસ્ટ બનીને આવી હતી. આ દરમિયાન કરણ જોહરે અનન્યા પાંડેને સ્પષ્ટપણે પૂછ્યું હતું કે તેના અને આદિત્ય રોય કપૂર વચ્ચે શું ચાલી કહ્યું છ. કારણ કે તેણે એક પાર્ટીમાં બંનેને એક ખૂણામાં કલાકો સુધી વાતો કરતાં જોયા હતાં.
કરણ જોહરના આ સવાલથી એક્ટ્રેસ અનન્યા પાંડે ગભરાઇ ગઇ હતી. બસ ત્યારથી જ અનન્યા પાંડે અને આદિત્ય રોય કપૂર વચ્ચે કંઇક રંધાઇ રહ્યું છે તેની ચર્ચાએ જોર પકડ્યું છે. તેના પર સૌકોઇની નજર છે. હવે અનન્યા પાંડે અને આદિત્ય કપૂરે ફિલ્મ મેકર રમેશ તૌરાનીની દિવાલી પાર્ટીમાં હાજરી આપી હતી.
આ પાર્ટીમાં ઘણા સ્ટાર્સ પહોંચ્યા હતા. આ સ્ટાર્સની તસવીરો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ હતી. આ જ તસવીરોમાંથી એક તસવીરના બેકગ્રાઉન્ડમાં અનન્યા અને આદિત્ય એક ખૂણામાં ગુપચુપ વાતો કરતાં જોવા મળી રહ્યાં છે.
જણાવી દઇએ કે અનન્યા પાંડેએ ઘણા સમય સુધી એક્ટર ઇશાન ખટ્ટરને ડેટ કર્યો હતો. પછીથી બંનેનું બ્રેકઅપ થઇ ગયું હતું. તે બાદ વિજય દેવરકોંડા સાથે એક્ટ્રેસના લિંકઅપની ખબરો વાયરલ થઇ હતી. હવે એક્ટ્રેસનું નામ આદિત્ય રોય કપૂર સાથે જોડાઇ રહ્યું છે.
આ ફિલ્મોમાં બિઝી છે અનન્યા પાંડે
અનન્યા પાંડેના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો એક્ટ્રેસ હાલમાં વિજય દેવરકોંડા સાથે ફિલ્મ લાઇગરમાં જોવા મળી હતી. જો કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઇ ખાસ કમાલ બતાવી ન શકી. હવે એક્ટ્રેસ આયુષ્માન ખુરાના સાથે ફિલ્મ ડ્રીમ ગર્લ 2માં જોવા મળશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર