મુંબઇ: સોનમ કપૂર અને આનંદ આહુજાની સંગીત સેરેમની ગત રાત્રે 8 વાગ્યે યોજાઇ. આ પાર્ટીમાં બોલિવૂડનાં જાણીતા લોકોએ હાજરી આપી. અને સૌએ મનભરને ડાન્સ પણ કર્યો. ખાસ વાત એ હતી કે સોનમની મા સુનિતાએ જમાઇ આનંદ આહુજા સાથે ડાન્સ કર્યો જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.
સાસુ સુનિતા અને જમાઇ આનંદે સોનમનાં જ સોન્ગ 'અભી તો પાર્ટી શુરૂ હુઇ હૈ...' પણ ડાન્સ કર્યો હતો.
આખી સેરેમનીમાં સૌ કોઇ ખુબ જ એન્જોય કરે છે. સંગીત અને મહેંદી ફંક્શનમાં બોલિવૂડ સ્ટાર્સ કરણ જોહર, રાની મુખર્જી, શિલ્પા શેટ્ટી, વરૂણ ધવન, કરિશ્મા કપૂર, સ્વરા ભાસ્કર, જેક્લિન ફર્નાન્ડિસ પહોચ્યા હતાં. પાર્ટીની અંદરનાં ઘણાં વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે. તો સેલિબ્રિટી સેલિબ્રેશનનાં અન્ય ઘણા ડાન્સ વીડિયો પણ વાઇરલ થયા છે. જોઇ લો તમે જ
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર