અમૂલે અનોખા અંદાજમાં આપી 'વિરૂષ્કા'ને શુભેચ્છા

Kaushal Pancholi | News18 Gujarati
Updated: December 21, 2017, 6:02 PM IST
અમૂલે અનોખા અંદાજમાં આપી 'વિરૂષ્કા'ને શુભેચ્છા

  • Share this:
અનેક લોકો જુદી જુદી રીતે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્માને લગ્નની શુભેચ્છાઓ આપી રહ્યાં છે. ભારતની અગ્રણી ડેરી કંપની અમૂલે પણ આ જોડાને એમના અંદાજમાં શુભેચ્છા આપી છે.

કોઈપણ ખાસ અવસરે અમૂલનો આગવો અંદાજ દેખાય તેમ દરવખતની જેમ જ આ વખતે પણ અમૂલે શાનદાર રીતે આ જોડાને શુભેચ્છા આપી છે.

અમૂલની નવી એડ કહે છે, ' કોહલી સજા કે રખના... મહેંદી લગાકે રખના'. આ એડમાં અમૂલ ગર્લ અનુષ્કાની ડ્રેસ સરખો કરે છે અને વિરાટના હાથમાં બ્રેડ અને બટર દેખાય છે.કંપનીએ અમૂલના એડને સોશિયલ મીડિયા પર શેર કર્યો છે અને અત્યાર સુધી 400થી વધારે વાર રીટ્વિટ કરવામાં આવ્યો છે જ્યારે 1200થી વધારે લાઈક મળી ચુકી છે.

અમૂલ પોતાના અનોખા એડ માટે જાણીતું છે. અમૂલે પીઓકેમાં ભારતીય સેનાની સર્જિકલ સ્ટ્રાઈક, શશિ કપૂર માટે 'મેરે પાસ આપકા સિનેમા હે...' ઈન્દિરા ગાંધી સરકારની નસબંધી યોજના જેવા અનેક વિષયો પર ક્રિએટીવ એડ કરી છે. નોંધનીય છે કે 1960થી અમૂલ કંપની દર મહિને એક એડ કરતી હતી પરંતુ અત્યારે દર સપ્તાહ લગભગ 5 એડ કરે છે.
First published: December 13, 2017, 1:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading