Home /News /entertainment /બહેનપણીના પતિના પ્રેમમાં પડી, પ્રેગ્નન્ટ થયા બાદ કર્યા લગ્ન! ફિલ્મી છે આ એક્ટ્રેસની પર્સનલ લાઈફ

બહેનપણીના પતિના પ્રેમમાં પડી, પ્રેગ્નન્ટ થયા બાદ કર્યા લગ્ન! ફિલ્મી છે આ એક્ટ્રેસની પર્સનલ લાઈફ

Photo : @amuaroraofficial Instagram

અમૃતા અરોરા અને શકીલ કોલેજના દિવસોના મિત્રો હતા. શકીલની પત્ની નિશા અને અમૃતા પણ મિત્રો હતા. વર્ષ 2005 દરમિયાન અમૃતાની શકીલ સાથે મિત્રતા વધી હતી. આ પછી શકીલના લગ્નમાં તકલીફો ઊભી થઈ હતી. 2008માં શકીલે પત્ની નિશાને છૂટાછેડા આપી દીધા હતા.

વધુ જુઓ ...
મલાઇકા અરોરાની બહેન અમૃતા અરોરાની કારકિર્દી બોલિવૂડમાં બહુ નોંધપાત્ર નથી રહી, તેણે 22 ફિલ્મોમાં કામ કર્યું છે. અમૃતા 45 વર્ષની છે અને સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. ફિલ્મોની સાથે સાથે અમૃતા રિયાલિટી શોમાં પણ ભાગ લે છે. તેના લગ્ન ઘણા શાનદાર હતા.

અમૃતાએ વર્ષ 2009માં બિઝનેસમેન શકીલ લડક સાથે લગ્ન કર્યા હતા. શકીલ અને અમૃતા વચ્ચે કોલેજકાળથી જ દોસ્તી હતી. જોકે, શકીલે અમૃતા પહેલા લગ્ન કરી લીધા હતા. પછી તેણે છૂટાછેડા લીધા અને અમૃતા સાથે લગ્ન કર્યા હતા. તે સમયે શકીલની પૂર્વ પત્નીએ ઘણા આક્ષેપો કર્યા હતા. આ અફેરના કારણે તેમના લગ્ન તૂટી ગયા હોવાના મીડિયામાં અહેવાલો આવ્યા હતા.



આ પણ વાંચો :  રૉયલ અંદાજમાં થશે સિદ્ધાર્થ-કિયારાના લગ્ન, 84 લગ્ઝરી રૂમથી લઇને 70 વિદેશી કાર સુધી જેસલમેરમાં તડામાર તૈયારીઓ

અમૃતાનો પરિવાર કાસ્ટ અને કલ્ચરની એકતાનું ઉદાહરણ છે. અમૃતાની માતા જોયસ પોલીકાર્પ (Joyce Polycarp) મલયાલી ખ્રિસ્તી છે. જ્યારે અમૃતાના પિતા અનિલ અરોરા પંજાબી છે. અમૃતાનો પતિ શકીલ મુસ્લિમ પરિવારમાંથી આવે છે. અમૃતાની મોટી બહેન મલાઈકા અરોરાના લગ્ન અરબાઝ ખાન સાથે થયા હતા.

પાકિસ્તાની ક્રિકેટર સાથે હતું અફેર


અમૃતા અરોરાએ માત્ર 22 વર્ષની ઉંમરમાં જ પોતાના કરિયરની શરૂઆત કરી હતી. અમૃતાએ પોતાની મોટી બહેન મલાઈકાના રસ્તે ચાલી હતી અને વિડીયો જોકી તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ પછી અમૃતાએ 22 ફિલ્મો કરી છે.

આ પણ વાંચો :  રૉયલ અંદાજમાં થશે સિદ્ધાર્થ-કિયારાના લગ્ન, 84 લગ્ઝરી રૂમથી લઇને 70 વિદેશી કાર સુધી જેસલમેરમાં તડામાર તૈયારીઓ

તેની ડેબ્યૂ ફિલ્મે બોક્સ ઓફિસ પર કોઇ ખાસ કમાલ દેખાડી ન હતી. પરંતુ અમૃતા લાઇમલાઇટમાં આવી ગઇ હતી. વર્ષ 2004માં અમૃતાનું અફેર પાકિસ્તાનમાં જન્મેલા ઇંગ્લેન્ડના ક્રિકેટર ઉસ્માન સાથે થયું હતું. ઉસ્માન તે સમયે ક્રિકેટ મેચ માટે ભારત આવ્યો હતો. અહીંથી જ બંનેની મુલાકાત થઈ હતી. વર્ષ 2008માં હિન્દુસ્તાન ટાઈમ્સ સાથેની વાતચીતમાં અમૃતાએ કહ્યું હતું કે, હું ઉસ્માનના પ્રેમમાં હતી. તેના કારણે જ ક્રિકેટને મારો બીજો પ્રેમ બનાવ્યો હતો.

ઉસ્માન તે સમયે ભારત આવતો અને બંને હાઇ પ્રોફાઇલ પાર્ટીમાં જતાં હતા. ઉસ્માનનો ભાઈ બોલીવૂડમાં પગ જમાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો, જેમાં અમૃતાએ પણ તેની મદદ કરી હતી. જો કે વર્ષ 2006માં બંનેના સંબંધોમાં નવો વળાંક આવ્યો હતો.

શકીલ લડકની નજીક આવી!


અમૃતા અરોરા અને શકીલ કોલેજના દિવસોના મિત્રો હતા. શકીલની પત્ની નિશા અને અમૃતા પણ મિત્રો હતા. વર્ષ 2005 દરમિયાન અમૃતાની શકીલ સાથે મિત્રતા વધી હતી. આ પછી શકીલના લગ્નમાં તકલીફો ઊભી થઈ હતી. 2008માં શકીલે પત્ની નિશાને છૂટાછેડા આપી દીધા હતા.


અમૃતાએ ત્રણ ધર્મ મુજબ લગ્ન કર્યા


ડિવોર્સ બાદ નિશાએ ઘણા આરોપ લગાવ્યા હતા. જેમાં તેણે શકીલ અને અમૃતાના સંબંધોને છૂટાછેડાનું કારણ ગણાવ્યું હતું. જોકે, શકીલ અને અમૃતાએ મુંબઈમાં ભવ્ય લગ્ન કર્યા હતા. અમૃતાએ ત્રણ ધર્મ મુજબ લગ્ન કર્યા હતા. પહેલા ક્રિશ્ચિયન પદ્ધતિથી લગ્ન થયા હતા. જેમાં કરીના કપૂર અને અર્પિતા ખાન બ્રાઈડમેટ્સ બની હતી અને મોટી બહેન મેડ ઓફ ઓનર હતી. આ પછી નિકાહ થયા અને પછી પંજાબી પરંપરામાં લગ્નની વિધિ થઈ હતી.
First published:

Tags: Amrita arora, Bollywood Latest News, Kareena kapoor, Malaika Arora

विज्ञापन