Home /News /entertainment /શું સારા અને કરિનાની બોન્ડિંગથી અમૃતા સિંહને પ્રોબ્લેમ છે? એક્ટ્રેસે કંઈક આપ્યો આવો જવાબ

શું સારા અને કરિનાની બોન્ડિંગથી અમૃતા સિંહને પ્રોબ્લેમ છે? એક્ટ્રેસે કંઈક આપ્યો આવો જવાબ

કરીના-સારાના સબંધોથી અમ-તા સિંહને સમસ્યા થાય છે

સૈફ અલી ખાનની લવ લાઈફ હંમેશા ચર્ચામાં રહી છે. તેમના પ્રથમ લગ્ન અમૃતા સિંહ સાથે થયા હતા. બંને એક ફિલ્મના સેટ પર મળ્યા હતા અને ટૂંક સમયમાં જ બંને પ્રેમમાં પડ્યા હતા.

Sara Ali Khan Kareena Kapoor Bonding: સૈફ અલી ખાનની લવ લાઈફ હંમેશા ચર્ચામાં રહી છે. તેમના પ્રથમ લગ્ન અમૃતા સિંહ સાથે થયા હતા. બંને એક ફિલ્મના સેટ પર મળ્યા હતા અને ટૂંક સમયમાં જ બંને પ્રેમમાં પડ્યા હતા. આ પછી બંનેએ પરિવારજનોને જાણ કર્યા વગર એકબીજા સાથે લગ્ન કરી લીધા અને સારા અલી ખાન અને ઈબ્રાહિમ અલી ખાનના માતા-પિતા બન્યા હતા.

લગ્નના 13 વર્ષ બાદ તેમના સંબંધોમાં તિરાડ પડી હતી. બંનેએ પરસ્પર સંમતિથી છૂટાછેડા લીધા અને તેમના માર્ગો એકબીજાથી કાયમ માટે અલગ થઈ ગયા છે. અમૃતા સિંહે ફરીથી લગ્ન ન કર્યા અને પોતાના બાળકોના ઉછેરમાં વ્યસ્ત થઈ ગઈ. બીજી તરફ સૈફ ફિલ્મ ટશનના સેટ પર કરીના કપૂરની નજીક આવ્યો હતો. બંને વચ્ચે નિકટતા વધી અને આખરે 2012માં બંનેએ લગ્ન કરી લીધા હતા. રસપ્રદ વાત એ હતી કે આ લગ્નમાં સૈફની દીકરી સારા પણ આવી હતી.

આ પણ વાંચોઃસૈફ અલી ખાને કરિનાને નહીં પણ પૂર્વ પત્ની અમૃતાને આપ્યો સફળતાનો શ્રેય

સારા ઘણી વખત સાવકી માતા કરીના સાથે બોન્ડિંગ શેર કરે છે. બંને ઘણા પ્રસંગોએ સાથે પણ જોવા મળ્યા છે. સારા સમયાંતરે સૈફ-કરીનાને તેમના ઘરે મળવા પણ જતી જોવા મળે છે. સારા-કરીનાનું આટલું જોરદાર બોન્ડિંગ જોઈને શું અમૃતા સિંહને ઈર્ષા થાય છે? આનો જવાબ અમૃતા સિંહે પોતે એક ઈન્ટરવ્યુમાં આપ્યો હતો. તેણે કહ્યું હતું કે સારા-કરીનાના બોન્ડિંગથી તેને કોઈ સમસ્યા નથી.



જો આવું થયું હોત તો તેણે સારાને સૈફ અને કરીનાના લગ્નમાં જવા ન દીઘી હોત. અગાઉ એક ઈન્ટરવ્યુમાં સારાએ પણ એ ખુલાસો કર્યો હતો કે, સૈફ-સારાના લગ્ન માટે તેને અમૃતા સિંહે જ તૈયાર કરી હતી અને તેના લહેંગાથી લઈને જ્વેલરી સુધીની ડિઝાઈનર પોતે જ ડિઝાઈન કરી હતી.

સારા અલી ખાન અને તેનો ભાઈ ઇબ્રાહિમ ખાન અવારનવાર સૈફ-કરીનાના અરે આવતા જતા હોય છે અને વાર-તહેવાર પણ સાથે ઉજવતા હોય છે. તેઓ સૈફ-કરીનાના બંને બાળકો તૈમુર અને જેહને પણ ખુબ વ્હાલથી રમાડે છે અને તેઓ એક સાથે વિદેશમાં હોલીડે પર પણ જાય છે. જોકે અમૃતા સિંહ તેનું જીવન તેના બાળકો પૂરતું જ સીમિત રાખે છે અને તે સ્ટ્રિક્ટ મોમ હોવાનું સારા અલી ખાન તેના ઇન્ટરવ્યુઝમાં ઘણી વાર કહી ચુકી છે.
First published:

Tags: Kareena kapoor, Saif ali khan, Sara ali khan

विज्ञापन
विज्ञापन