Home /News /entertainment /AMRITA RAO એ પહેલી વખત દીકરા વીરનો ચહેરો દર્શાવ્યો, જણાવ્યો માતૃત્વનો અનુભવ

AMRITA RAO એ પહેલી વખત દીકરા વીરનો ચહેરો દર્શાવ્યો, જણાવ્યો માતૃત્વનો અનુભવ

અમ્રિતા રાવ અને RJ અનમોલ દીકરા વીર સાથે

કપલે દીકરાનું નામ વીર કેમ રાક્યું તે અંગે જણાવતાં અમ્રિતાએ કહ્યું કે, 'અનમોલ અને હું દેશભક્ત છીએ. વીર નામ તેમની પહેલી પસંદ હતું. અને મને ખુબજ ગમ્યું હતું.'

એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: એક્ટ્રેસ અમ્રિતા રાવ (Amrita Rao) હાલમાં માતૃત્વ (Motherhood) એન્જોય કરી રહી છે. ગત વર્ષે નવેમ્બર મહિનામાં અમ્રિતા રાવ અને આરજે અનમોલ (RJ Anmol)એક દીકરાનાં માતા પિતા બન્યાં. તેમણે દીકરાનું નામ 'વીર' રાખ્યું છે. દતીકરાનાં જન્મ બાદ અમ્રિતાએ આ ગુડ ન્યૂઝ સોશિયલ મીડિયા પર શેર કર્યા હતાં. ત્યારથી ફેન્સે અમ્રિતા અને અનોલનાં દીકરાની એક ઝલક જોવા માટે બેકરાર છે.

તેમનાં દીકરાનાં જન્મથી સાડા ચાર મહિના બાદ અમૃતાએ વીરની પહેલી ઝલક દેખાડી છે. આ તસવીરમાં નાનકડો વીર હસ્તો ખુબજ સુંદર લાગે છે. અમ્રિતા અને અનોલ પણ પ્રેમથી તેનાં લાડકાને નિહારતા નજર આવે છે. અમ્રિતાએ હાલમાં એક લિંડિંગ ન્યૂઝ પેપરને ઇન્ટરવ્યૂં આપ્યો હતો. જેમાં તેણે દીકરા વીરનાં જન્મ બાદ જીવનમાં આવેલા બદલાવ અને માતૃત્વનાં અનુભવ વિશે વાત કરી હતી.

કપલે દીકરાનું નામ વીર કેમ રાક્યું તે અંગે જણાવતાં અમ્રિતાએ કહ્યું કે, 'અનમોલ અને હું દેશભક્ત છીએ. વીર નામ તેમની પહેલી પસંદ હતું. અને મને ખુબજ ગમ્યું હતું.'

માતા બન્યા બાદ અમ્રિતાનું જીવન સંપૂર્ણ બદલાઇ ગયુ છે. તેની પહેલી પ્રાથમિકતા તેનો દીકરો વીર બની ગયો છે. વીરનાં જન્મ બાદ અમ્રિતા મધરહૂડને સંપૂર્ણ એન્જોય કરી રહી છે. અને દીકરાનાં ઉછેરની સાથે સાથે કામ કાજને પણ બેલેન્સ કરી રહી છે. કામ કરવાનાં તરીકામાં આવેલાં બદલાવ અંગે વાત કરતાં અમ્રિતા કહે છે કે, 'હું વીરનાં શેડ્યુલની સાથે મારી વર્ક મીટિંગ્સ બેલેન્સ કરી રહી છું. હવે દિવસ ટુંકો અને રાતો લાંબી થઇ ગઇ છે. મને મારા બાળકનો ઉછેર મારા હાથે કરવો અને મારા દીકારની નજીક રહેવાનો આ એક માત્ર યોગ્ય ઉફાય લાગ્યો હતો. હું મજબત, સમજદાર અને ગૌરાંવિત અનુભવ કરુ છું. મે આ પડકાર સ્વીકાર્યો છે.'

આ સાથે જ અમ્રિતાએ તેનાં પેરેન્ટિંગ સ્ટાઇલ અંગે વાત કરાતં જણાવ્યં કે, વીરનાં દરેક કામમાં અનમોલ પણ તેને સંપૂર્ણ મદદ કરે છે. દીકરાને નહવડાવવાથી માંડીને તેની સમજા કરવી, નેપી બદલવી તેને ખવડાવવું તમામ કામ અનમોલ પણ કરાવે છે. તેથી અમૃતા ખુબ ખુશ છે. અને દીકરા વીરની સાથે દરેક પળ એન્જોય કરી રહી છે.

આપને જણાવી દઇએ કે અમ્રિતા રાવ અને આજે અનમોલે વર્ષ 2016માં લગ્ન કર્યા હતાં. બંનેએ સાત વર્ષનાં ડેટિંગ બાદ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. ગત વર્ષે ઓક્ટોબર મહિનમાં અમ્રિતાની પ્રેગ્નેન્સીની ખબર આવી હતી. અમ્રિતા અને અનમોલ ખુબજ પ્રાઇવેટ પર્સન છે.
First published:

Tags: Gujarati news, News in Gujarati, અમૃતા રાય