Home /News /entertainment /Video: મલાઇકાની બહેન પોતાની જ બર્થ ડે પાર્ટીમાંથી આ એક્ટર સાથે મોઢુ છુપાવતી બહાર નીકળી, લોકોએ કહી નશેડી
Video: મલાઇકાની બહેન પોતાની જ બર્થ ડે પાર્ટીમાંથી આ એક્ટર સાથે મોઢુ છુપાવતી બહાર નીકળી, લોકોએ કહી નશેડી
અમૃતા અરોરાને જોરદાર ટ્રોલ કરવામાં આવી
અમૃતાની મોટી બહેન મલાઈકા અરોરા (Malaika Arora), તેનો બોયફ્રેન્ડ અર્જુન કપૂર (Arjun Kapoor), ફરહાન અખ્તર (Farhan Akhtar), શિબાની દાંડેકર, કરિશ્મા કપૂર અને અન્ય ઘણા લોકોએ આ પાર્ટીમાં હાજરી આપી હતી.
કરીના કપૂર (Kareena Kapoor) અને અમૃતા અરોરા (Amrita Arora) ખાસ મિત્રો છે અને આ વાત જગજાહેર છે. કરીનાએ પોતાના ઘણા ઇન્ટરવ્યુમાં અમ્મા (અમૃતા અરોરા) તેની ખૂબ જ નજીક હોવાનું કહ્યું છે. બંને વચ્ચે વર્ષો જૂની મિત્રતા છે. મંગળવારે અમૃતા અરોરાનો 45મો જન્મદિવસ હતો અને કરીનાએ ફરી એકવાર પોતાના બેસ્ટ ફ્રેન્ડની બર્થ ડે પાર્ટી પોતાના ઘરે આપી હતી.
અમૃતાની મોટી બહેન મલાઈકા અરોરા (Malaika Arora), તેનો બોયફ્રેન્ડ અર્જુન કપૂર (Arjun Kapoor), ફરહાન અખ્તર (Farhan Akhtar), શિબાની દાંડેકર, કરિશ્મા કપૂર અને અન્ય ઘણા લોકોએ આ પાર્ટીમાં હાજરી આપી હતી.
પરંતુ પાર્ટી પૂરી થયા બાદ જે રીતે બર્થ ડે ગર્લ અમૃતા અરોરા આ પાર્ટીમાંથી બહાર નીકળી છે તે ઘટના ચર્ચામાં આવી ગઈ છે. મોડી રાત્રે પૂરી થયેલી પાર્ટીમાં અમૃતા અરોરાનો એક વિડીયો જોરદાર વાયરલ થઇ રહ્યો છે, જેના કારણે તે ટ્રોલ પણ થઇ રહી છે.
અમૃતા અરોરા આ પાર્ટીમાંથી અભિનેતા ફરહાન અખ્તર સાથે બહાર નીકળી હતી. તે ફરહાન અખ્તરના જેકેટમાં છુપાતી છુપાતી બહાર નીકળી હતી અને પોતાની કાર સુધી પહોંચી હતી. એટલે કે પાર્ટીમાંથી બહાર નીકળતી વખતે તેનું મોંઢું દેખાતું નહોતું. અમૃતા અને ફરહાન બાદ અમૃતા અરોરાનો પતિ શકીલ લડાક પણ જોવા મળ્યો હતો. આવું બધુ કરતી વખતે ફરહાન પણ હસી રહ્યો હોવાનું વિડીયોમાં જોવા મળી રહ્યું છે. તમે અહીં વિડીયો જોઈ શકો છો.
વિડીયોમાં જોવા મળે છે કે, અમૃતાએ માત્ર પોતાનો ચહેરો જ છુપાવ્યો નથી, પરંતુ આ પાર્ટીમાંથી બહાર નીકળતી વખતે પગરખાં પણ નથી પહેર્યા. હવે આ વિડીયો પર લોકો ખૂબ કોમેન્ટ કરી રહ્યા છે અને અમૃતા અરોરાને જોરદાર ટ્રોલ કરવામાં આવી રહી છે.
એક યુઝરે કમેન્ટ કરી હતી કે, પાર્ટીમાંથી ચહેરો છુપાવી નીકળવું પડે તેટલો નશો કરો જ છો શા માટે? બીજા એક યુઝરે લખ્યું કે, અમૃતા અરોરાનો ફોટો કોણ લેશે, તે પોતાનું મોઢું કેમ છુપાવી રહી છે? અન્ય એક લખે છે કે, મોઢું છુપાવવું પડે એવું કામ લોકો શા માટે કરતાં હશે.
આ પાર્ટીમાં મલાઈકા અરોરા પણ તેના બોયફ્રેન્ડ અર્જુન કપૂર સાથે ખૂબ જ ગ્લેમરસ અવતારમાં પહોંચી હતી.
સેલિબ્રિટીઓ ઘણી વખત બોલિવૂડ પાર્ટીઓથી બહાર નીકળતી વખતે મીડિયાના કેમેરામાં કેદ થઈ ચૂક્યા છે, જે અંગે તેમણે પાછળથી સ્પષ્ટતા કરવી પડતી હોય છે. હાલમાં જ સોહેલ ખાનની એક્સ વાઇફ અને ફેશન ડિઝાઇનર સીમાએ પણ પાર્ટીમાંથી બહાર નીકળતી વખતે ચાલવા પર કાબૂ ન હોવાની વાત અંગે ખુલાસો કર્યો હતો. સીમાએ મલાઈકા અરોરાના શો 'મુવિંગ ઇન એન્ડ ધ મલાઈકા'ના એક એપિસોડમાં જણાવ્યું હતું કે તે પાર્ટીમાં બધાએ 'એન્જોય' કર્યું હતું પરંતુ તે એકલી જ આવી રીતે બહાર આવી હતી અને ટ્રોલિંગનો શિકાર બની ગઈ હતી.
અગાઉ કરણ જોહરની એક પાર્ટીનો વિડીયો પણ વિવાદનું કારણ બન્યો હતો. જેમાં વિક્કી કૌશલ તથા દીપિકા પદુકોણ સહિતના નશામાં હોવાનો આરોપ મુકાયો હતો. જોકે, ત્યારબાદ સ્ટાર્સે એવું કઈ ન હોવાની ચોખવટ કરી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર