Home /News /entertainment /

નમ્રતા શિરોડકર અને પૂજા બત્રા વચ્ચે Miss India માટે રસા-કસીની ટક્કર રહી હતી, કેવી રીતે નમ્રતાએ બાજી મારી

નમ્રતા શિરોડકર અને પૂજા બત્રા વચ્ચે Miss India માટે રસા-કસીની ટક્કર રહી હતી, કેવી રીતે નમ્રતાએ બાજી મારી

નમ્રતા શિરોડકર અને પૂજા બત્રા મિસ ઈન્ડીયા 1993

Namrata Shirodkar Birthday : ફાઈનલ રાઉન્ડના પ્રશ્નમાં સ્ટેજ પર ત્રણેય સ્પર્ધકોને પૂછવામાં આવ્યું કે, ચિકન પહેલા આવ્યું કે ઈંડું? નમ્રતા અને ત્રીજા સ્પર્ધક કર્મિન્દરે મરઘી કહ્યું, જ્યારે પૂજાએ થોડો અલગ જવાબ આપ્યો

  નમ્રતા શિરોડકર (Namrata Shirodkar) નો જન્મ 22 જાન્યુઆરી 1972ના રોજ મુંબઈમાં મહારાષ્ટ્રીયન પરિવારમાં થયો હતો. મોડલિંગથી કરિયરની શરૂઆત કરનાર નમ્રતા હિન્દી સિનેમાની લોકપ્રિય અભિનેત્રી રહી ચુકી છે. નમ્રતાએ દક્ષિણ ભારતીય અભિનેતા મહેશ બાબુ (Mahesh Babu) સાથે લગ્ન કર્યા છે, તેમને બે બાળકો ગૌતમ અને સિતારા છે. ફિલ્મી દુનિયામાં પ્રવેશતા પહેલા નમ્રતાએ 1993માં મિસ ઈન્ડિયા (Miss India 1993) નો ખિતાબ જીત્યો હતો. સૌંદર્ય સ્પર્ધાના ફાઈનલ રાઉન્ડના વિડિયોમાં જુઓ કે કેવી રીતે નમ્રતાએ જજોના સવાલનો સુંદર જવાબ આપીને પૂજા બત્રા (pooja batra) ને હરાવી.

  નમ્રતા શિરોડકરના જવાબથી જજ ખુશ હતા

  મિસ ઈન્ડિયા 1993 (Miss India 1993) ના વીડિયોમાં જોવા મળે છે કે, નમ્રતા શિરોડકર અને પૂજા બત્રા (Namrata Shirodkar and pooja batra) વચ્ચે રસા-કસીનો મુકાબલો હતો. નમ્રતા સિલ્વર કલરના ગાઉનમાં શોર્ટ બોબ કટ હેરસ્ટાઈલમાં સ્ટેજ પર જોવા મળે છે, તો પૂજા પણ તેની સાથે ઉભી છે. આ શોને અર્ચના પુરણ સિંહે હોસ્ટ કર્યો હતો. ફાઈનલ રાઉન્ડના પ્રશ્નમાં સ્ટેજ પર ત્રણેય સ્પર્ધકોને પૂછવામાં આવ્યું કે, ચિકન પહેલા આવ્યું કે ઈંડું? નમ્રતા અને ત્રીજા સ્પર્ધક કર્મિન્દરે મરઘી કહ્યું, જ્યારે પૂજાએ થોડો અલગ જવાબ આપ્યો કે 'શું ફરક પડે છે, બંને ઉપયોગી છે'.

  નમ્રતા શિરોડકરે મીસ ઈન્ડિયા 1993નો ખિતાબ જીત્યો

  આ સવાલનો જવાબ આપ્યા બાદ જજે ચુકાદો આપ્યો અને પૂજા બત્રા સેકન્ડ રનર અપ અને નમ્રતા શિરોડકર વિજેતા રહી. આ સમારંભ પછી અર્ચનાએ નમ્રતાપૂર્વક પૂછ્યું કે, ભવિષ્યની યોજના શું છે. આના પર નમ્રતાએ કહ્યું કે, 'મને ખૂબ સારું લાગી રહ્યું છે, મને ખબર નથી કે કેવી રીતે પ્રતિક્રિયા આપવી. હું ખુશ છું.. સૌ પ્રથમ હું મારી જાતને વધુ તૈયાર કરીશ જેથી મેક્સિકોમાં યોજાનારી મિસ યુનિવર્સ સ્પર્ધામાં હું વધુ સારું પ્રદર્શન કરી શકું. ત્યારપછી હું મારા દેશના ભલા માટે કામ કરીશ. નમ્રતાએ મિસ યુનિવર્સ સ્પર્ધામાં છઠ્ઠું સ્થાન મેળવ્યું હતું. બાદમાં નમ્રતા અને પૂજા બંનેએ ફિલ્મોમાં કારકિર્દી બનાવી.

  આ પણ વાંચો'ગહેરાઇયાં' ની સ્ક્રિપ્ટ સાંભળીને ભાવૂક થઇ ગઇ અનન્યા, 20 મિનિટ પોતાની જાતને બાથરૂમમાં કરી લીધી બંધ

  નમ્રતા શિરોડકર મહેશ બાબુ સાથે પરિવારમાં વ્યસ્ત છે

  નમ્રતા શિરોડકરે 1998માં સલમાન ખાન અને ટ્વિંકલ ખન્ના સાથેની ફિલ્મ 'જબ પ્યાર કિસી સે હોતા હૈ'થી ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ બતાવી શકી ન હતી પરંતુ નમ્રતાને ઘણી ફિલ્મોની ઓફર મળી હતી. ઐશ્વર્યા રાય સાથે 'વાસ્તવ', 'કચ્છે ધાગે' અને ગુરિન્દર ચઢ્ઢાની ફિલ્મ બ્રાઇડ એન્ડ પ્રુજુડિસમાં કામ કર્યું. હાલમાં નમ્રતા એક્ટિંગની દુનિયાથી દૂર પોતાના પરિવાર અને બાળકો સાથે વ્યસ્ત છે.
  Published by:kiran mehta
  First published:

  Tags: Birthday Special, Birthday જન્મદિવસ, Bollywood Interesting story, Celebrities Birthday

  આગામી સમાચાર