Amol palekar hospitalized : 77 વર્ષીય અભિનેતા અમોલ પાલેકર (Amol Palekar) પુણેની દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અભિનેતાની માંદગીના સમાચાર મળતાની સાથે જ ચાહકો તેના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી રહ્યા
Amol Palekar health : બોલિવૂડના જાણીતા અભિનેતા, દિગ્દર્શક, નિર્માતા અમોલ પાલેકર (Amol Palekar) ની તબિયત અચાનક બગડવાના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 77 વર્ષીય અભિનેતાને પુણેની દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અભિનેતાની માંદગીના સમાચાર મળતાની સાથે જ ચાહકો તેના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી રહ્યા છે. અમોલની પત્ની સંધ્યા ગોખલે (Sandhya Gokhle) એ આ સમાચારની પુષ્ટિ કરી છે.
અમોલ પાલેકરની પત્નીએ માહિતી આપી
એબીપી ન્યૂઝ અનુસાર, અમોલ પાલેકરની પત્ની સંધ્યા ગોખલેએ જણાવ્યું કે, અમોલની તબિયત બગડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જો કે, ચિંતા કરવાની કોઈ વાત નથી. સંધ્યાએ એ પણ જણાવ્યું કે, વધુ પડતા ધૂમ્રપાનને કારણે તેની તબિયત અગાઉ પણ બગડી હતી. આનાથી વધુ કંઈ કહેવાનો ઈન્કાર કર્યો હતો.
અમોલ પાલેકર એક્ટર-ડિરેક્ટર
અમોલ પાલેકરે હિન્દી ઉપરાંત મરાઠી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. અભિનય ઉપરાંત તે દિગ્દર્શનમાં પણ તેના ઉત્તમ કામ માટે જાણીતા છે. અમોલને 5 વખત દિગ્દર્શન માટે નેશનલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે. ફિલ્મ 'આંખે'થી દિગ્દર્શક તરીકેની શરૂઆત કરનાર અમોલે શાહરૂખ ખાન અને રાની મુખર્જી અભિનીત ફિલ્મ 'પહેલી' બનાવીને તેની દિગ્દર્શન પ્રતિભાની અભૂતપૂર્વ રજૂઆત કરી હતી.
અમોલ પાલેકર, જેમણે સામાન્ય માણસની કહાનીઓ કહી
અમોલ પાલેકર વિશે વાત કરીએ તો મનમાં એક સરળ, ગંભીર અને હળવાશભર્યા અભિનેતાનું ચિત્ર ઊભું થાય છે. તેમની જેમ તેમની ફિલ્મો પણ સામાન્ય માણસના જીવન સાથે જોડાયેલી છે અને હૃદય સ્પર્શી છે.
મરાઠી ફિલ્મોથી કરિયરની શરૂઆત કરી
અમોલ પાલેકરે પોતાના કરિયરની શરૂઆત મરાઠી ફિલ્મોથી કરી હતી. આ પછી 70-80ના દાયકામાં ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કરીને દર્શકોને પોતાના સરળ અભિનયથી મંત્રમુગ્ધ કર્યા. અમોલે નરમ-ગરમ, સાવન, ગરમ, રજનીગંધા, શ્રીમાન-શ્રીમતી, ગોલમાલ જેવી ઘણી ફિલ્મોમાં કામ કરીને દર્શકોના હૃદયને સ્પર્શી લીધું હતું. સિમ્પલ એક્ટિંગ જોઈને સામાન્ય માણસ તેની સાથે જોડાઈ જાય છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર