Amjad Khan પાસે પત્નીને હોસ્પિટલમાંથી રજા અપાવવા માટે પણ પૈસા નહોતા, ચેતન આનંદે કરી હતી મદદ
Amjad Khan પાસે પત્નીને હોસ્પિટલમાંથી રજા અપાવવા માટે પણ પૈસા નહોતા, ચેતન આનંદે કરી હતી મદદ
એક સમયે અમજદ ખાન પાસે પત્નીને હોસ્પિટલમાંથી રજા અપાવવા પણ પૈસા નહોતા
અમજદ ખાનના (Amjad Khan) પુત્ર શાદાબ ખાને (Shadab Khan) એક ઈન્ટરવ્યુમાં પિતાની ગરીબી સાથે જોડાયેલો ખુલાસો કર્યો છે. તેણે કહ્યું કે અમજદ ખાન પાસે એટલા પૈસા પણ નહોતા કે તેઓ પોતાની પત્નીને હોસ્પિટલમાંથી રજા અપાવી શકે.
દિવંગત અભિનેતા અમજદ ખાનના (Amjad Khan) પુત્ર અને અભિનેતા શાદાબ ખાને (Shadab Khan) એક પ્રશ્નનો જવાબ આપ્યો કે શું તેને તેના પિતાનો લકી ચાર્મ કહી શકાય. અમજદે 'શોલે' સાઈન કરી તે જ દિવસે શાદાબનો જન્મ થયો હતો. એક નવા ઈન્ટરવ્યુમાં શાદાબે ખુલાસો કર્યો હતો કે અમજદ પાસે તેની માતા શેહલા ખાનને હોસ્પિટલમાંથી રજા અપાવવા માટે પૈસા નહોતા. તેણે કહ્યું કે ફિલ્મ નિર્માતા ચેતન આનંદે તેને 400 રૂપિયા આપીને મદદ કરી હતી.
'શોલે' વર્ષ 1975માં રિલીઝ થઈ હતી. ફિલ્મની વાર્તા સલીમ-જાવેદ દ્વારા લખવામાં આવી હતી અને રમેશ સિપ્પીએ દિગ્દર્શન કર્યું હતું. અમજદે આ ફિલ્મમાં ક્રૂર ડાકુ ગબ્બર સિંહનું પાત્ર ભજવ્યું હતું, જે આજ સુધી લોકપ્રિય છે. આ પાત્રથી તેને લોકપ્રિયતા પણ મળી છે. ફિલ્મમાં ધર્મેન્દ્ર, અમિતાભ બચ્ચન, સંજીવ કુમાર, હેમા માલિની અને જયા બચ્ચન પણ મુખ્ય અને મહત્વપૂર્ણ ભૂમિકામાં હતા. 'શોલે'ની ક્લાસિક અને ભારતની શ્રેષ્ઠ ફિલ્મોમાં ગણના થાય છે.
શાદાબ ખાને ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું, “હા (હસે છે), પરંતુ તેમની પાસે ચૂકવવા માટે પૈસા નહોતા જેથી મારી માતા શેહલા ખાનને જ્યાં મારો જન્મ થયો હતો તે હોસ્પિટલમાંથી રજા આપી શકાય. તે રડવા લાગી હતી. મારા પિતા હૉસ્પિટલમાં નહોતા આવતા, તેમને ચહેરો બતાવવામાં શરમ આવતી હતી. ચેતન આનંદે મારા પિતાને એક ખૂણામાં માથું પકડીને જોયા, તે દરમિયાન મારા પિતાએ તેમની ફિલ્મ 'હિન્દુસ્તાન કી કસમ' કરી હતી. ચેતન આનંદ સાહેબે તેમને 400 રૂપિયા આપ્યા જેથી હું અને મારી માતા ઘરે આવી શકીએ.
શાદાબ ખાને 'શોલે'ની રિલીઝ પહેલાની એક ઘટનાને પણ યાદ કરી. તેણે કહ્યું, "જ્યારે 'શોલે' માટે મારા પિતા પાસે ગબ્બર સિંહનો રોલ આવ્યો ત્યારે સલીમ ખાન સાહેબે તેમના નામની ભલામણ રમેશ સિપ્પીને કરી. ફિલ્મનું શૂટિંગ બેંગ્લોર એરપોર્ટથી 70 કિમી દૂર બહારના વિસ્તાર રામગઢમાં થવાનું હતું. તેમણે બેંગ્લોરની ફ્લાઈટ લીધી અને તે દિવસે એટલો હંગામો થયો કે તેમણે 7 વાર લેન્ડ કરવું પડ્યું.
શાદાબે આગળ કહ્યું, “તે પછી જ્યારે ફ્લાઈટ રનવે પર ઉભી રહી, ત્યારે મોટાભાગના લોકો ડરીને ફ્લાઈટમાંથી બહાર નીકળી ગયા પરંતુ મારા પિતા બહાર ન આવ્યા. પરંતુ તેમને ડર હતો કે જો તે ફિલ્મ નહીં કરે તો તે ડેની સાબ (ડેની ડેન્ઝોંગપા) પાછા જતા રહેશે. તેથી, થોડીવાર પછી તે પણ ફ્લાઇટમાંથી ઉતરી ગયા."
Published by:Bhavyata Gadkari
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર