અમિતાભ બચ્ચને શરૂ કર્યુ KBC-12નું શૂટિંગ, સેટ પર કડક સુરક્ષા વચ્ચે જોવા મળ્યો આવો નજારો

અમિતાભ બચ્ચનનાં ઇન્સ્ટાગ્રામ પરથી લીધેલી તસવીર

અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)એ KBC-12નાં સેટથી ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં કૌન બનેગા કરોડપતિ (Kaun Banega Crorepati)નાં સેટ પરની કડક સુરક્ષા જોવા મળી રહી છે

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) આમ જ બોલિવૂડનાં મહાનાયક નથી કહેવાતા. કોરોના પોઝિટિવ આવ્યા બાદ પણ તેમને હિંમત ન હારી. સોશિયલ મીડિયામાં ફેન્સની હિંમત વધારી અને કોરોનાને હરાવીને કામ પર પાછા પણ આવી ગયા. ગત દિવસોમાં જ બિગ બીએ જાણકારી આપી હતી કે તેઓ KBC-12નું શૂટિંગ ટૂંક સમયમાં જ શરૂ કરશે. હવે તેમણે જણાવ્યું છે કે, કૌન બનેગા કરોડપતિનું શૂટિંગ શરૂ થઇ ગયુ છે. આ ક્વિઝનાં સેટથી અમિતાભ બચ્ચને એક ફોટો પણ શરે કર્યો છે. જેમાં સેટ પર કેવી સુરક્ષા રાખવામાં આવી છે સ્પષ્ટ જોઇ શકાય છે.

  અમિતાભ બચ્ચને તેમનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર એક તસવીર શેર કરી છે આ કોલાજ તસવીર છે જેમાં ઉપર KBC-12નો સેટ છે અને નીચે અમિતાભ બચ્ચનની પોતાની તસવીર છે. આ તસવીરમાં નજર આવે છે કે, સેટ પર તમામ PPE કિટ પહેરેલા નજર આવે છે. અને આખા સેટ સેફ્ટીની પણ કડક વ્યસ્થા ગોઠવવામાં આવી છે. ટીમનાં તમામ મેમ્બર્સ કેમેરામેનથી માંડી ક્રુ મેમ્બર્સ સહીત તમામ PPE કિટમાં નજર આવે છે. માસ્ક અને હેન્ડ ગ્લવઝ અલગથી દેખાય છે.
  ફોટો કેપ્શનમાં અમિતાભ બચ્ચન કહે છે કે, આ કામ પર વાપસી છે.. PPEનાં વાદળી સમુંદરમાં.. KBC-12 વર્ષ 2000માં શરૂ કર્યુ હતું આજે વર્ષ 2020 છે. 20 વર્ષ! હેરાન છું.. આ એક જીવનભરનો સમય છે. અમિતાભ બચ્ચને શેર કરેલી આ પોસ્ટ અને કેપ્શન તેમને ઘણી જ ભાવૂક કરનારી હતી. ફોટોમાં તેઓએ કોઇ માસ્ક નહોતું પહેર્યું. તેઓ આ તસવીરમાં જામતા હતાં. આ તસવીરમાં હાથ ચહેરા પર રાખીને ક્યાંય નિહાળતા નજર આવે છે. તો અમિતાભ બચ્ચનની આ પોસ્ટમાં તેમને તાબડતોપ પ્રતિક્રીયા આપી છે. સૌ કોઇ તેમને કામ પર પરત ફરવા માટે વધામણા આપતા નજર આવ્યાં છે.

  આ પણ વાંચો- તારક મેહતાને મળી ગઇ નવી અંજલિ, આ હિરોઇન કરશે રિપ્લેસ?

  અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ છે,અવાર નવાર કંઇને કંઇ શેર કરતાં રહે છે. અમિતાભ બચ્ચનનાં ફોલોઅર્સ પણ તેમની પોસ્ટની રાહ જોતા રહે છે.
  Published by:Margi Pandya
  First published: