Home /News /entertainment /

શહીદ જવાનોની પત્નીઓ અને ખેડૂતો માટે અમિતાભનું રૂ.2 કરોડનું દાન

શહીદ જવાનોની પત્નીઓ અને ખેડૂતો માટે અમિતાભનું રૂ.2 કરોડનું દાન

    ફિલ્મ-અભિનેતા અક્ષય કુમારે દેશની રક્ષા કરતાં કરતાં પોતાનો જાન ગુમાવેલા જવાનોના પરિવારોને મદદ કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું લીધું હતું અને તેમણે એના માટે એક એપ બનાવી હતી, જેની ચર્ચા સમગ્ર દેશમાં થઈ હતી. હવે મહાનાયક અમિતાભ બચ્ચન પણ આવું જ કંઈ કરવા જઈ રહ્યા છે. દેશની રક્ષા કરતાં કરતાં શહીદ થયેલા જવાનોની પત્નીઓને અને ખેડૂતો માટે પોતે રૂ.બે કરોડનું દાન કરવાના છે એવા અહેવાલને બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને સમર્થન આપ્યું છે.

    અમિતાભે ટ્વિટર પર આની જાણકારી આપી દીધી છે, એની સાથે સાથે તેમણે કેટલાક લેખ પણ શેર કર્યા છે. તેમણે કેપ્શનમાં લખ્યું છે, ‘યસ આઇ કેન એન્ડ આઇ વિલ…’



    મળેલી માહિતી મુજબ, અમિતાભ બચ્ચન શહીદોના પરિવારોને રૂ. એક કરોડ તથા જરૂરતમંદ ખેડૂતોને લોન ચૂકવવા રૂ.1 કરોડનું દાન આપશે. આમ, તેમણે કુલ રૂ.બે કરોડનું દાન આપવાનો સંકલ્પ કર્યો છે.

    તેમણે આ નાણાં ખરેખર જરૂરિયાતમંદો સુધી પહોંચે એની તકેદારી લેવા માટે વિશ્વાસપાત્ર સંસ્થાઓને શોધી કાઢી એમની યાદી તૈયાર કરવા એક ટીમ બનાવી છે.
    Published by:Sanjay Joshi
    First published:

    Tags: Amitabh Bacchan, Entertainment

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन