Home /News /entertainment /ગુજરાતી ફિલ્મ 'ફક્ત મહિલાઓ માટે'માં કેમિયો કરશે મહાનાયક અમિતાભ બચ્ચન
ગુજરાતી ફિલ્મ 'ફક્ત મહિલાઓ માટે'માં કેમિયો કરશે મહાનાયક અમિતાભ બચ્ચન
મહાનાયક અમિતાભ બચ્ચન ગુજરાતી ફિલ્મમાં જોવા મળશે
Amitabh Bachchan Cameo in Gujarati Movie: ગુજરાતી સિનેમાની બઢતી જોઇને સૌ કોઇ ખુશ છે. બોલિવૂડનાં જાણીતા ગુજરાતી કલાકારોનો ઝુકાવ તો ગુજરાતી ફિલ્મો પર ઢળ્યો જ છે. પણ જ્યારે મૂળ ગુજરાતી ન હોય તેવાં કલાકારો પણ જ્યારે ગુજરાતી ઇન્ડસ્ટ્રીની ફિલ્મોમાં નાના પણ દમદાર રોલ કરવાની હામી ભરે ત્યારે ફિલ્મની કહાની, વિષય અને તેનાં વિચાર પર ગર્વ અનુભવાય તે સ્વાભાવિક છે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડનાં મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) ગુજરાતી ફિલ્મ 'ફક્ત મહિલાઓ માટે'માં (Fakt Mahilao Mate) કેમિયો રોલ (Cameo Role)અદા કરતાં જોવા મળશે. આ ફિલ્મમાં મહિલાઓની વાત અને મહિલાઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી રહી છે. આ ફિલ્મમાં દિક્ષા જોષી, યશ સોની, ભાવીની જાની જેવાં કલાકારો છે આ ફિલ્મ 19 ઓગસ્ટનાં રિલીઝ થઇ રહી છે. ફિલ્મનાં કલાકારો દ્વારા અમિતાભ બચ્ચન સાથે તસવીર તેમનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરવામાં આવી છે. જે જોત જોતામાં વાયરલ થઇ રહી છે.
ગુજરાતી સિનેમાની બઢતી જોઇને સૌ કોઇ ખુશ છે. બોલિવૂડનાં જાણીતા ગુજરાતી કલાકારોનો ઝુકાવ તો ગુજરાતી ફિલ્મો પર ઢળ્યો જ છે. પણ જ્યારે મૂળ ગુજરાતી ન હોય તેવાં કલાકારો પણ જ્યારે ગુજરાતી ઇન્ડસ્ટ્રીની ફિલ્મોમાં નાના પણ દમદાર રોલ કરવાની હામી ભરે ત્યારે ફિલ્મની કહાની, વિષય અને તેનાં વિચાર પર ગર્વ અનુભવાય તે સ્વાભાવિક છે.
આ ફિલ્મની વિષય વાર્તા અને વિચારને ધ્યાનમાં રાખીને મહાનાયક અમિતાભ બચ્ચન આ ફિલ્મમાં નાનકડી ભૂમિકામાં નજર આવશે. ત્યારે 19 ઓગસ્ટનાં રિલીઝ થનારી ફિલ્મ કેવી છે અને દર્શકો તેને કેવી રીતે વધાવે છે તે જોવું રહ્યું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર