Home /News /entertainment /

બચ્ચનનાં નામે FAKE મેસેજ: 'એક એવું સત્ય જે મે નથી જોયું'

બચ્ચનનાં નામે FAKE મેસેજ: 'એક એવું સત્ય જે મે નથી જોયું'

અમિતાભ બચ્ચન ઘણાં વર્ષોથી સોશિયલ મીડિયા સાથે જોડાયેલાં છે. અને તેમનાં બ્લોગ અને ટ્વટિર હેન્ડલ તેમનાં ફેન્સ વચ્ચે ઘણાં લોકપ્રિય છે

અમિતાભ બચ્ચન ઘણાં વર્ષોથી સોશિયલ મીડિયા સાથે જોડાયેલાં છે. અને તેમનાં બ્લોગ અને ટ્વટિર હેન્ડલ તેમનાં ફેન્સ વચ્ચે ઘણાં લોકપ્રિય છે

    મુંબઇ: બોલિવૂડ શહેંશાહ અમિતાભ બચ્ચનનાં નામે વોટ્સએપ અને અન્ય સોશિયલ મીડિયા પર એખ સંદેશ ફરતો થયો છે. આ મેસેજની જવાબદારી લેવાની અમિતાભ બચ્ચનની ડિજિટલ ટીમે  ઇન્કાર કર્યો છે. આ સંદેશ નકલી છે. તેનાંથી અમિતાભ બચ્ચન કે તેમની ટીમનાં કોઇપણ સદસ્યને કોઇ લેવા દેવા નથી.

    ગત દિવસોમાં અમિતાભ બચ્ચનનાં નામથી એક સંદેશ સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે જેમાં હિન્દુ-મુસ્લિમ રોષ ભાવનાનો ઉલ્લેખ છે. આ મેસેજ અંગે અમિતાભ બચ્ચને ટ્વિટર હેન્ડલ પર સ્પષ્ટીકરણ કર્યુ છે અને આ મેસેજ નકલી હોવાની વાત પર કરી છે.

    બચ્ચનનાં ટ્વિટર હેન્ડલ પર આ નકલી સંદેશનો સ્ક્રિનશોટ શેર કરતાં લખવામાં આવ્યું છે કે, અમિતાભ બચ્ચનની અધિકૃત ટીમે આ વિશે સ્પષ્ટ કર્યુ છે કે આ સંદેશ નકલી છે અને ખોટી સંડોવણી હેઠળ તેની રચના થઇ છે. આ સંદેશથી અમિતાભ બચ્ચન કે તેમની ડિજીટલ ટીમને કોઇ જ સંબંધ નથી. યુઝર અને ફેન્સ આ સંદેશને શેર ન કરે અને ડિલીટ કરી દે.



    આ પોસ્ટ સાથે તેમ પણ લખવામાં આવ્યું છે કે, આ મામલે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. આ નકલી સંદેશને રચવા અને પ્રસારીત કરનારા દોષિતો વિરુદ્દ ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે.

    ટીમ સીનિયર બચ્ચન દ્વારા પોસ્ટ કરવામાં આવેલી આ ટ્વિટને અમિતાભ બચ્ચને પણ તેમનાં ટ્વટિર હેન્ડલથી રીટ્વિટ કરી છે. ઉલ્લેખનીય છે કે, અમિતાભ બચ્ચન ઘણાં વર્ષોથી સોશિયલ મીડિયા સાથે જોડાયેલાં છે. અને તેમનાં બ્લોગ અને ટ્વટિર હેન્ડલ તેમનાં ફેન્સ વચ્ચે ઘણાં લોકપ્રિય છે. અમિતાભ આગામી ફિલ્મ 102 નોટ આઉટમાં રિશી કપૂરનાં પિતાની ભૂમિકામાં નજર આવશે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Amitabh Bacchan, Message, Social media

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन