Home /News /entertainment /અભિષેકનાં બર્થ ડે પર ઈમોશનલ થયા પિતા અમિતાભ બચ્ચન, શેર કરી શાનદાર તસ્વીરો
અભિષેકનાં બર્થ ડે પર ઈમોશનલ થયા પિતા અમિતાભ બચ્ચન, શેર કરી શાનદાર તસ્વીરો
આ બે તસ્વીરોમાંથી એકમાં અમિતાભ બચ્ચને અભિષેક બચ્ચન(Abhishek Bachchan Birthday) નો હાથ પકડીને રાખ્યો છે તો બીજામાં અભિષેકે પિતા અમિતાભનો હાથ પકડેલો છે. ફોટો શેર કરતા અમિતાભ બચ્ચને હેપ્પી બર્થ ડે અભિષેક અને આજની તારીખ એટલે કે 5 ફેબ્રુઆરી 2021 લખ્યું છે.
આ બે તસ્વીરોમાંથી એકમાં અમિતાભ બચ્ચને અભિષેક બચ્ચન(Abhishek Bachchan Birthday) નો હાથ પકડીને રાખ્યો છે તો બીજામાં અભિષેકે પિતા અમિતાભનો હાથ પકડેલો છે. ફોટો શેર કરતા અમિતાભ બચ્ચને હેપ્પી બર્થ ડે અભિષેક અને આજની તારીખ એટલે કે 5 ફેબ્રુઆરી 2021 લખ્યું છે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવુડ એક્ટર અભિષેક બચ્ચન(Abhishek Bachchan Birthday) આજે પોતાનો 45મોં જન્મ દિવસ ઉજવી રહ્યા છે. અભિષેક બચ્ચનને બર્થ ડે(Happy Birthday Abhishek Bachchan) ના દિવસે ઘણી શુભકામનાઓ મળી રહી છે. પણ તે બધામાં સૌથી ખાસ પોસ્ટ અમિતાભ બચ્ચને(Amitabh Bachchan) શેર કરી છે. બીગ બીએ પુત્ર અભિષેક બચ્ચન સાથે પોતાની બે ફોટો શેર કરી છે, જેને તેમના ફેન્સ ખુબ જ પસંદ કરી રહ્યા છે. જેમાંથી એક અભિષેક બચ્ચનનો બાળપણનો ફોટો છે, જ્યારે બીજો મોટા થયા પછીનો છે. આ બે ફોટામાંથી એકમાં અમિતાભે અભિષેક બચ્ચનનો હાથ પકડેલો છે તો બીજામાં અભિષેકે અમિતાભનો હાથ પકડ્યો છે. ફોટો શેર કરતા અમિતાભ બચ્ચને હેપ્પી બર્થ ડે અભિષેક અને આજની તારીખ એટલે કે 5 ફેબ્રુઆરી 2021 લખ્યું છે.
ફોટો શેર કરતા અમિતાભ બચ્ચને પુત્ર અભિષેક માટે ખૂબ સરસ કેપ્શન પણ લખ્યું છે. બીગ બી એ ફોટોના કેપ્શનમાં લખ્યું છે, 'મેં એકવાર તેનો હાથ પકડીને રસ્તો બતાવ્યો હતો અને હવે તે મારો હાથ પકડીને મને રસ્તો બતાવે છે.' કેપ્શન સાથે બીગ બીએ હાર્ટ ઈમોજી પણ પોસ્ટ કરી છે. અમિતાભ અને અભિષેક બચ્ચનની આ ફોટોઝને તેમના ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. યૂઝર્સ ફોટો પર કમેન્ટ કરતા અભિષેક બચ્ચનને બર્થડેની શુભકામનાઓ આપી રહ્યા છે અને તેમની થ્રોબેક ફોટોઝ પર પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.
બિગ બીએ મોડી રાત્રે અભિષેક બચ્ચનની આ તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. જેનાં પર અત્યાર સુધીમાં 1 લાખ 29 હજારથી વધુ લાઇક્સ આવી ચૂકી છે. આપને જણાવી દઇએ કે, અભિષેક બચ્ચને વર્ષ 2000માં રેફ્યૂઝી ફિલ્મથી તેનાં એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. અભિષેક બચ્ચનની સાથે કરીના કપૂરે પણ આ ફિલ્મથી ડેબ્યૂ કર્યુ હતું. ફિલ્મે બોક્સ ઓફિસ પર ખાસ કમાલ નહોતો દર્શાવ્યો. અભિષેક બચ્ચનનાં અપકમિંગ પ્રોજેક્ટની વાત કરીએ તો તે ટૂંક સમયમાં જ 'બિગ બૂલ' વેબ સિરીઝમાં નજર આવશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર