Home /News /entertainment /

'બાહુબલી'ની સાથે આ ફિલ્મમાં નજર આવશે અમિતાભ બચ્ચન, દીપિકા પાદુકોણનો ચાલશે જાદૂ

'બાહુબલી'ની સાથે આ ફિલ્મમાં નજર આવશે અમિતાભ બચ્ચન, દીપિકા પાદુકોણનો ચાલશે જાદૂ

પ્રભાસ, દીપિકા અને અમિતાભ બચ્ચન એક ફિલ્મમાં સાથે જોવા મળશે.

ટૂંક સમયમાં જ બિગ સ્ક્રિન પર 'બાહુબલી' ફેઇમ પ્રભાસ (Prabhas) અને દીપિકા પાદુકોણ (Deepika Padukone) ની જોડી દર્શકોને જોવા મળશે. સાથે જ વૈજયંતી મૂવીઝની આ ફિલ્મમાં હવે બોલિવૂડ મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)ની પણ એન્ટ્રી થઇ ગઇ છે.

વધુ જુઓ ...
    મુંબઇ: 'બાહુબલી' ફેમ પ્રભાસ (Prabhas) શું સ્ટારડમ ફક્ત ભારતમાં જ નહીં પણ હવે આંતરરાષ્ટ્રીય સ્તર પર જોવા મળી રહી છે. હવે ટૂંક સમયમાં જ પ્રભાસ અને દીપિકા પાદુકોણ (Deepika Padukone)ની જોડી દર્શકોને જોવા મળશે. હાલમાં જ વૈજયંતી મૂવીઝે તેમની અપકમિંગ ફિલ્મની જાહેરાત કરી છે. જેમાં પ્રભાસ અને દીપિકા એક સાથે જ નજર આવશે. આ સાથે જ એટલું તો નક્કી છે કે, આ ફિલ્મ ઇન્ડિયન સિનેમાનાં ઇતિહાસમાં સૌથી મોટી ફિલ્મ હશે. તો આ સાથે જોડાયેલી એક મોટી ખબર સામે આવી છે.

    ફિલ્મમાં થઇ અમિતાભની એન્ટ્રી- વાત એ છે કે, વૈજયંતી મૂવીઝની આ ફિલ્મમાં હવે બોલિવૂડનાં મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)ની એન્ટ્રી થઇ ગઇ છે. વૈજયંતી મૂવીઝે અધિકારિક રીતે આ વાતની જાહેરાત કરી દીધી છે.

    દીપિકા અને પ્રભાસની સાથે હવે અમિતાભ બચ્ચન પણ મોટી સ્ક્રિન પર નજર આવશે. વૈજયંતી મૂવીઝે તેમની યૂટ્યૂબ ચેનલ પર એક વીડિયો શેર કરી આ વાતની જાહેરાત કરી છે. આ વીડિયોમાં અમિતાભની ફિલ્મોની ઝલક દર્શાવવામાં આવી છે.

    આ પણ વાંચો- ઝાયરા વસીમની જેમ સના ખાને પણ ઇસ્લામને કારણે બોલિવૂડ છોડ્યું, કહ્યું- મજહબે શીખવ્યું...

    આ પણ વાંચો- PHOTOS: 67 વર્ષે ફરી પરણવાં જઇ રહ્યાં છે અનૂપ જલોટા, દુલ્હન બની જસ્લીન મથારુ

    ફિલ્મથી છે એવી આશા- આપને જણાવી દઇએ કે, ફિલ્મ સાયન્સ ફિક્શન શૈલીથી બનવવામાં આવશે. અને આ પ્રોડક્શનમાં બનેલી આ સૌથી રોમાંચક ફિલ્મોમાંથી એક હોવાની આશાછે. અનુભવી નિર્માતા સી અશ્વિની દત્તનાં પ્રોડક્શન હાઉસ વૈજયંતી માંથી એક છે.

    આ પ્રોડક્શન હાઉસ તેનાં ભવ્ય સિનેમા માટે ખુબજ જાણીતું છે. અને હમેશાં એક વિશાળ કેનવાસ પર ફિલ્મોની રચના કરે છે. એવું કહેવું કંઇ જ ખોટું નહીં હોય કે, પ્રભાસ, દીપિકા અને અમિતાભની આ ફિલ્મમાં કંઇ ખાસ હશે.

    'સાહો'માં પ્રભાસે જાતે હિન્દી ભાષામાં કર્યુ હતું ડબ: આ પહેલાં પ્રભાસ બોલિવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર સાથે ફિલ્મ 'સાહો'માં જોડી જમાવી ચૂક્યો છે. 'સાહો' પણ એક સાઇ-ફાઇ ફિલ્મ હતી. એક્શનથી ભરપૂર સાહો ફિલ્મમાં પ્રભાસે જાતે હિન્દી ભાષામાં ડબિંગ કર્યુ હતું.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Deepika Padukone, Prabhas, અમિતાભ બચ્ચન

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन