'એવેન્જર્સ'ની મજાક ઉડાવી ફસાયા Big B, યૂઝર્સે અભિષેકની ફિલ્મ જોડે કરી સરખામણી

સોશિયલ મીડિયા પર સેલિબ્રિટીઝનું ટ્રોલ થવું સામાન્ય વાત થઇ ગઇ છે. હવે તે અમિતાભ બચ્ચન જ કેમ ન હોય

સોશિયલ મીડિયા પર સેલિબ્રિટીઝનું ટ્રોલ થવું સામાન્ય વાત થઇ ગઇ છે. હવે તે અમિતાભ બચ્ચન જ કેમ ન હોય

 • Share this:
  મુંબઇ: સોશિયલ મીડિયા પર સેલિબ્રિટીઝનું ટ્રોલ થવું સામાન્ય વાત થઇ ગઇ છે. હવે તે અમિતાભ બચ્ચન જ કેમ ન હોય. અમિતાભ બચ્ચન સદીનાં મહાનાયક છે છતાં પણ તેઓ હાલમાં ટ્વિટર ટ્રોલનો શીકાર થયા છે.

  હાલમાંજ બિગ બીએ ટ્વિટર પર લખ્યું કે, હોલિવૂડ ફિલ્મ 'એવેન્જર્સ: ઇન્ફિનિટી વોર' જરાં પણ સમજ ન આવી. તો યૂઝર્સે તેમને ટ્રોલ કરવાનાં શરૂ કરી દીધા.
  દુનિયાભરમાં ધૂમ કમાણી કરનારી આ ફિલ્મ જોઇને અમિતાભ બચ્ચને ટ્વિટ કરી કે, "अच्छा भाई साहेब, बुरा ना मानना, एक पिक्चर देखने गए ,  'AVENGERS'... कुछ समझ में नहीं आया की picture में हो क्या रहा है !!!"  બિગ બીની આ ટ્વિટ બાદ ટ્વિટર યુઝ્સે કમેન્ટ કરી કે, અભિષેક બચ્ચનની ફિલ્મો જોઇને આવી જ ફિલિંગ આવે છે તો કેટલાંક લોકોએ બિગ બીની '102 Not Out'ની પણ મજાક ઉડાવી હતી.

  એક યુઝરે લખ્યું કે, અભિષેક-ઐશ્વર્યાનાં લગ્ન સમયે અમને પણ આવી જ ફિલિંગ થઇ હતી.  Published by:Margi Pandya
  First published: