Home /News /entertainment /અમિતાભ બચ્ચન કોરોના પોઝિટિવ, વેક્સિનેટેડ હોવા છતાં બીજી વખત કોરોનાની ઝપેટમાં આવ્યા

અમિતાભ બચ્ચન કોરોના પોઝિટિવ, વેક્સિનેટેડ હોવા છતાં બીજી વખત કોરોનાની ઝપેટમાં આવ્યા

બિગ બી કોરોનાની ઝપેટમાં

બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન એક વખત ફરીથી કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. તેમણે જાતે ટ્વિટ કરીને આ વાતની જાણકારી આપી છે કે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે પોતાની ટ્વિટમાં લખ્યું, ‘હજી હંમણાં જ મારો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જે પણ મારી આસપાસ રહે છે, કૃપા કરી તે લોકો પણ ટેસ્ટ કરાવી લે.’ અમિતાભ 79 વર્ષના છે અને બીજી વખત કોરોનાની ઝપેટમાં આવ્યા છે.

વધુ જુઓ ...
    બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન એક વખત ફરીથી કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. તેમણે જાતે ટ્વિટ કરીને આ વાતની જાણકારી આપી છે કે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે પોતાની ટ્વિટમાં લખ્યું, ‘હજી હંમણાં જ મારો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જે પણ મારી આસપાસ રહે છે, કૃપા કરી તે લોકો પણ ટેસ્ટ કરાવી લે.’ અમિતાભ 79 વર્ષના છે અને બીજી વખત કોરોનાની ઝપેટમાં આવ્યા છે.

    અમિતાભની ટ્વીટ વાયરલ થઈ ગઈ છે. તેમને આ ટ્વીટ કરતા જ તેમના ફેન્સ તેઓ જલ્દી સાજા થઈ જાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, અમિતાભ બચ્ચન પોતાના લોકપ્રિય ટીવી ક્વિઝ શો કૌન બનેગા કરોડપતિની 14મી સિઝનને હોસ્ટ કરતા જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં એ કહેવું મુશ્કેલ હશે કે બિગ બી કોરોના પોઝિટિવ હોવા છતાં આ શો અત્યારે ચાલુ રહેશે કે નહીં, જો કેટલાક એપિસોડનું શૂટિંગ પહેલાથી થઈ ગયું હશે તો શો જે રીતે ચાલી રહ્યો છે, તેવી જ રીતે ચાલશે.

    T 4388 - I have just tested CoViD + positive .. all those that have been in my vicinity and around me, please get yourself checked and tested also .. 🙏


    જુલાઈ 2020માં પહેલી વખત કોરોના થયો હતો


    આ પહેલા પણ અમિતાભ બચ્ચન જુલાઈ 2020માં કોરોનાની ઝપેટમાં આવ્યા હતા. તબિયત ખરાબ થવા પર તેમણે લગભગ બે અઠવાડિયા સુધી મુંબઈની નાનાવટી હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. તે સમયે અમિતાભની સાથે અભિષેક બચ્ચન પણ કોરોના પોઝિટિવ હતો. જો કે અત્યારે અમિતાભના અન્ય સભ્યો પોઝિટિવ હોવાની જાણકારી સામે નથી આવી.

    વેક્સિનના બે ડોઝ લઈ લીધા છે બિગ બી


    અમિતાભ બચ્ચને એપ્રિલ 2021માં વેક્સિનનો પહેલો ડોઝ લીધો હતો અને બીજો મે 2021માં લીધો હતો. વેક્સિનેશનની એક તસવીર પણ બિગ બીએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કર્યો હતો.

    બંને વખત કેબીસીનું શૂટિંગ કરતા સમયે કોરોના થયો


    અમિતાભ બચ્ચનને જ્યારે અગાઉ કોરોના થયો તો તેઓ કેબીસી 13નું શૂટિંગ કરી રહ્યા હતા. કોવિડ પોઝિટિવ હોવાના કારણે તેમણે ઘણા દિવસ સુધી શૂટિંગમાંથી બ્રેક લીધો હતો. કોરોનાકાળના કારણે 2021માં કોવિડ પ્રોટોકોલ ફોલો કરતા શૂટિંગ કરવામાં આવ્યું હતું, તેમ છતાં એક્ટરને કોરોના થયો. આ વખતે પણ કેબીસી 14નું શૂટિંગ કરતા સંક્રમિત થયા છે.

    તમને જણાવી દઈએ કે ‘બ્રહ્માસ્ત્ર-પાર્ટ વન: શિવા’ 9 સપ્ટેમ્બરના રોજ પાંચ ભારતીય ભાષા હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડમાં રિલીઝ થશે. ફિલ્મ ફોક્સ સ્ટાર સ્ટૂડિયોઝ, ધર્મા પ્રોડક્શન, પ્રાઈમ ફોકસ અને સ્ટારલાઈટ પિક્ચર્સ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે.

    આ સેલેબ્સને પણ બે વખત કોરોના થયો છે


    અમિતાભ બચ્ચન પહેલા અક્ષય કુમાર, કાર્તિક આર્યન, કેટરિના કૈફ, આદિત્ય રોય કપૂર, કુશલ ટંડન અને હંસલ મહેતા જેવા ઘણા સેલેબ્સ બીજી વખત કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Aamitabh Bachchan, Covid 19 positive, બોલીવુડ ન્યૂઝ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन