એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: બોલિવૂડનાં મહાનાયક અમિતાભ બચ્ચનનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે તેવાં સમાચાર વહેતા થયા હતાં. જોકે ખુદ અમિતાભ બચ્ચને ટ્વિટ કરીને માહિતી આપી છે. અને તેમણે આ સમાચાર ખોટા ગણાવ્યાં છે.
અમિતાભ બચ્ચને તેમનાં ટ્વિટર અકાઉન્ટ પર ટાઇમ્સ નાઉની એક ખબરનો વીડિયો પોસ્ટ કર્યો છે આ સાથે જ તેમણે લખ્યુ છે કે, આ સમાચાર ખોટા, અવિશ્વસનિય અને ફેક છે આ એક જુઠાણુ છે.
.. this news is incorrect , irresponsible , fake and an incorrigible LIE !! https://t.co/uI2xIjMsUU
આપને જણાવી દઇએ કે અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન છેલ્લા 12 દિવસથી મુંબઇની નાણાવટી હોસ્પિટલમાં દાખલ છે. હજુ પણ તેમની સારવાર ચાલુ છે. અમિતાભ બચ્ચનનની ઉંમર હાલમાં 77 વર્ષ છે. જ્યારે દીકરા અભિષેકની ઉંમર 44 વર્ષ છે. બંને એક જ દિવસે હોસ્પિટલમાં દાખલ થયા હતાં. તેઓ 12 દિવસ સુધી અહીં સારવાર લઇ રહ્યાં છે. જે બાદ ઐશ્વર્યા તથા આરાધ્યાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
શરૂઆતમાં તેમણે ઘરે જ આઇસોલેટ થવાનો નિર્ણય લીધો હતો. જોકે બાદમાં ઐશ્વર્યા રાય બચ્ચનની તબિયત ખરાબ થતા 17 જુલાઇનાં તે પણ હોસ્પિટલમાં દાખલ થઇ હતી. હાલમાં મા દીકરી બંને કોરોનાની સારવાર હેઠળ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર