Home /News /entertainment /

...તો શું કોંગ્રેસ પાર્ટીમાં જોડાશે અમિતાભ બચ્ચન!

...તો શું કોંગ્રેસ પાર્ટીમાં જોડાશે અમિતાભ બચ્ચન!

અમિતાભ બચ્ચન

તાજેતરમાં જ તેમણે કોંગ્રેસની મનીષ તિવારી, શકીલ અહેમદ, સંજય નિરુપમ, રણદીપ સુરજેવાલા, પ્રિયંકા ચતુર્વેદી અને સંજય ઝાને પણ ફોલો કરવાનું શરી કરી દીધું છે.

    બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચને ટ્વિટર પર અમુક કોંગ્રેસના નેતાઓને ફોલો કરવાના શરૂ કર્યા છે, કોંગ્રેસ પાર્ટીમાં તેમણે અચાનક રસ લેવાનું શરૂ કરતા મીડિયામાં અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

    અમિતાભ બચ્ચેને પહેલા કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ રાહુલ ગાંધી અને બાદમાં પક્ષના ઓફિસિયલ ટ્વિટર હેન્ડલને ફોલો કરવાનું શરૂ કરી દીધું હતું. આ મહિનાથી તેમણે પી. ચિદમ્બરમ, કપિલ સિબ્બલ, અહેમદ પટેલ, અશોક ગેહલોત, અજય માકન, જ્યોતિરાદિત્ય સિંધિયા, સચિન પાયલટ અને સીપી જોશીને ફોલો કરવાનું શરૂ કરી દીધું છે.

    તાજેતરમાં જ તેમણે કોંગ્રેસની મનીષ તિવારી, શકીલ અહેમદ, સંજય નિરુપમ, રણદીપ સુરજેવાલા, પ્રિયંકા ચતુર્વેદી અને સંજય ઝાને પણ ફોલો કરવાનું શરી કરી દીધું છે.

    કોંગ્રેસ અને વિપક્ષમાં અમુક નેતાઓ પ્રત્યે અમિતાભ બચ્ચનને અચાનક જાગેલા આ પ્રેમથી ખુદ કોંગ્રેસ પાર્ટી પણ આશ્ચર્યમાં છે.

    અમિતાભ બચ્ચને હવે રાજદ પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ, તેમની પુત્રી માસી ભારતી, બિહારના સીએમ નીતિશ કુમાર, સીતારામ યેચૂરી, ઓમર અબ્દુલ્લા, સુપ્રિયા સુલે અને રાજદના અધિકારિક ટ્વિટર હેન્ડલને પણ ફોલો કરી રહ્યા છે.

    3.3 કરોડ ફોલોઅર્સ

    અમિતાભ બચ્ચનના ટ્વિટર એકાઉન્ટ @SrBachchanને વિશ્વભરના 3.3 કરોડ જેટલા લોકો ફોલો કરે છે. અમિતાભ નિયમિત રીતે ટ્વિટર અને ફેસબુકમાં પોસ્ટ કરતા રહે છે. ટ્વિટર પર અમિતાભ પોતે 1691 જેટલા લોકોને ફોલો કરી રહ્યા છે. અમિતાભ બચ્ચન આજથી સાત વર્ષ પહેલા એટલે કે 2010ના વર્ષમાં ટ્વિટર પર આવ્યા હતા. બાદમાં  ટ્વિટર પર તેમના ફોલોઅર્સની સંખ્યા સતત વધી રહી છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Amitabh Bacchan, Twitter, કોંગ્રેસ, બોલીવુડ, રાહુલ ગાંધી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन