Home /News /entertainment /

અમિતાભની 'જુંડ'ની રીલિઝ ડેટ જાહેર, જોવા મળશે ફૂટબોલ કોચના પાત્રમાં

અમિતાભની 'જુંડ'ની રીલિઝ ડેટ જાહેર, જોવા મળશે ફૂટબોલ કોચના પાત્રમાં

અમિતાભની 'જુંડ'ની રીલિઝ ડેટ જાહેર

બોલિવૂડ અભિનેતા અમિતાભ બચ્ચને હાલમાં જ તેમની આગામી ફિલ્મ 'જુંડ'નું શૂટિંગ પૂરું કર્યું છે

    ન્યૂઝ18 ગુજરાતી: બોલિવૂડ અભિનેતા અમિતાભ બચ્ચને હાલમાં જ તેમની આગામી ફિલ્મ 'જુંડ'નું શૂટિંગ પૂરું કર્યું છે. અમિતાભે આ આખી ફિલ્મનું શૂટિંગ નાગપુરમાં કર્યું છે. સાથે જ મરાઠી ફિલ્મ 'સેરાટ' ડાયરેક્ટ કરનારા નાગરાજ મંજુલા આ ફિલ્મના ડાયરેક્ટર છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન એક ફુટબોલ કોચની ભૂમિકામાં જોવા મળશે.

    તમને જણાવી દઇએ કે, અમિતાભની આ ફિલ્મ 20 સપ્ટેમ્બરે રીલિઝ થશે. કહેવાય છે કે, આ ફિલ્મમાં 'સેરાટ'ની સુપરહિટ જોડી રિંકુ રાજગુરુ અને આકાશ ઠોસર પણ અમિતાભ બચ્ચન સાથે સ્ક્રીન શેર કરતાં નજરે પડશે. તેઓ બન્ને ફિલ્મમાં ફુટબોલ ટીમ્સના કેપ્ટન તરીકે જોવા મળશે.

    આ પણ વાંચો: બોયફ્રેન્ડની શોધમાં છે કેટરિના કૈફ, જોઇએ છે આવો યુવક

    આ વર્ષે અમિતાભ બચ્ચન કેટલીક અન્ય ફિલ્મ્સમાં પણ જોવા મળશે. જેમાં જુંડ, બદલા, બ્રહ્માસ્ત્રનો પણ સમાવેશ થાય છે. આજકાલ અમિતાભ બચ્ચન અભિનેતા રણબિર કપૂર અને આલિયા ભટ્ટ સાથે ફિલ્મ બ્રહ્માસ્ત્રનું શૂટિંગ મુંબઇમાં કરી રહ્યાં છે. હવે જોવાનું રહ્યું કે અમિતાભની આ બધી ફિલ્મ્સ બોક્સ ઓફિસ પર કેટલી ધમાલ મચાવે છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Release date, અમિતાભ બચ્ચન

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन