મુંબઈ. બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) જાણે છે કે દર્શકોને કેવી રીતે ખુશ કરી શકાય છે. દર્શકોની નાડી પરની પકડને કારણે જ અમિતાભ બચ્ચન ટીવીનો પોપ્યુલર ક્વીઝ શો ‘કૌન બનેગા કરોડપતિ’ (Kaun Banega Crorepati) લાંબા સમયથી હોસ્ટ કરી રહ્યા છે. શો પર અવારનવાર ઓડિયન્સને નવા કિસ્સા પણ સાંભળવા મળે છે. પોતાના અનોખા અંદાજથી દર્શકોનું મનોરંજન કરનારા અમિતાભ બચ્ચને સોશ્યલ મીડિયા પર બોલિવૂડ એક્ટ્રેસ કૃતિ સેનન (Kriti Sanon) સાથે ફોટો શેર કરીને પોતાના કોલેજ અને કોલકાતાના દિવસોને યાદ કર્યા છે.
અમિતાભ બચ્ચને ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કરીને ‘કૌન બનેગા કરોડપતિ 13’ના અપકમિંગ એપિસોડની ઝલક દેખાડી છે. હંમેશાની જેમ વેલ ડ્રેસ્ડ અમિતાભ અને કૃતિ સેનન એક ફ્રેમમાં જોવા મળે છે. રેડ કલરની ડ્રેસમાં કૃતિ ગ્લેમરસ લાગી રહી છે. કૃતિ સાથેનો ફોટો શેર કરીને કેપ્શનમાં લખ્યું છે કે, ‘રેડ કલરની ડ્રેસમાં બ્યુટીફૂલ લેડી કૃતિ સેનન સાથે બોલરૂમ ડાન્સિંગ! આહ.. કોલેજ અને કોલકાતાના દિવસો યાદ આવી ગયા..’ રેડ કલરના ગાઉનમાં કૃતિ બહુ સુંદર લાગી રહી છે તો બિગ બીના ચહેરાં પર પણ સ્માઈલ જોવા મળે છે.
મંચ પર અમિતાભ બચ્ચન સાથે કૃતિ સેનન. (ફોટો- Instagram @amitabhbachchan)
અમિતાભ બચ્ચન મુંબઈ આવીને એક્ટર બન્યા એના પહેલાંનો થોડો સમય કોલકાતામાં રહ્યા હતા. તેઓ શિપિંગ કંપની બર્ડ એન્ડ કો. ખાતે રહ્યા હતા. તેઓ નૈનિતાલની શેરવૂડ કોલેજ અને નવી દિલ્હીની કિરોડીમલ કોલેજમાં ભણ્યા હતા.
કૃતિ સેનન સાથેની અમિતાભ બચ્ચનની પોસ્ટ પરથી એ સાબિત થઈ ગયું છે કે ‘કૌન બનેગા કરોડપતિ’ના શાનદાર શુક્રવાર એપિસોડમાં આ વખતે અમિતાભ બચ્ચન સામે હોટસીટ પર કૃતિ જોવા મળશે. જણાવી દઈએ કે, દર શુક્રવારે શો પર સેલિબ્રિટી ગેસ્ટ આવે છે. આ વખતે કૃતિ સેનન અને રાજકુમાર રાવ હોટસીટ પર જોવા મળશે.
ગયા શુક્રવારે ફિલ્મ ‘શોલે’નું રિયુનિયન થયું હતું. હેમા માલિની અને રમેશ સિપ્પી હોટસીટ પર હતા. અમિતાભ સહિત ત્રણેય દિગ્ગજોએ શોલે ફિલ્મના મેકિંગના દિવસોની યાદ તાજા કરી હતી. અમિતાભ અને હેમાએ ફિલ્મના ડાયલોગ બોલીને દર્શકોનું ભરપૂર મનોરંજન કર્યું હતું. તો ધર્મેન્દ્રએ વિડીયો કોલ મારફતે આ ખાસ દિવસે હાજરી પૂરાવી હતી.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર