Home /News /entertainment /

મુંબઇમાં વરસાદથી ત્રાહિમામ, બચ્ચને ટ્વિટર પર ઉડાવી પોતાની જ મજાક

મુંબઇમાં વરસાદથી ત્રાહિમામ, બચ્ચને ટ્વિટર પર ઉડાવી પોતાની જ મજાક

સોશિયલ મીડિયા પર તસવીર શેર થતાની સાથે જ ચર્ચામાં આવી ગઇ. બિગ બીએ પોતાનું જ મીમ શેર કર્યુ

સોશિયલ મીડિયા પર તસવીર શેર થતાની સાથે જ ચર્ચામાં આવી ગઇ. બિગ બીએ પોતાનું જ મીમ શેર કર્યુ

    એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: મુંબઇમાં વરસાદથી માહોલ અસ્ત-વ્યસ્ત છે. સામાન્ય હોય કે પછી ખાસ હોય તમામ વરસાદથી પરેશાન છે. આ દરમિયાન મેગા સ્ટાર અમિતાભ બચ્ચનનાં ઘરની બહાર પણ પાણી ભરાઇ ગયા છે. અને હવે તો પાણી ઘરમાં પણ ઘુસી રહ્યું છે. આ કારણે પરેશાન સામાન્ય મુંબઇકર જે રીતે સોશિયલ મીડિયા પર પોતાનો બળાપો કાઢતા હોય છે તે રીતે બિગ બીએ પણ પોતાનો બળાપો કાઢ્યો છે. તેમણે મજાકીયા અંદાજમાં ટ્વિટર પર પાણીથી પરેશાનીની વાત જણાવી છે.

    આ પણ વાંચો- તારક મહેતા... દયાનાં પરત ફરવા પર મેકર્સ અને જેઠાલાલનું રિએક્શન

    બિગ બીએ મંગળવારે તેમનાં ઓફિશિયલ ટ્વિટર અકાઉન્ટ પર એક તસવીર શેર કરી હતી. અમિતાભે વર્ષ 1979માં આવેલી પોતાની ફિલ્મ 'ધ ગ્રેટ ગેમ્બલર' નાં ફેમસ સોન્ગ 'દો લફ્ઝો કી હૈ દિલ કી કહાની..'ની તસવીર શેર કરી છે. અને લખ્યું છે 'ભૈયા ગોરેગાંવ લેના... ' સોશિયલ મીડિયા પર આ તસવીર ત્યારે વધુ ચર્ચામાં આવી જ્યારે આ તસવીર ખુદ બિગ બીએ શેર કરી અને તેની ઉપર કેપ્શનમાં લખ્યું.. 'જલસા હોતે હુએ...'



    આ પણ વાંચો- પોતાનાં ન્યૂડ ફોટો અને MMS જાતે જ લિક કરાવે છે આ એક્ટ્રેસ

    હાલમાં ભારે વરસાદને કારણે આખું મહારાષ્ટ્ર સંકટમાં છે. મુંબઇ અને આસપાસનાં વિસ્તારમાં બે દિવસથી ભારે વરસાદ છે. ગત મોડી રાત્રે મલાડમાં દીવાલ ધરાશાયી થઇ હતી જેમાં અત્યાર સુધીમાં 6 લોકોનાં મોત થઇ ગયા છે. અત્યાર સુધીમાં પુણે મુંબઇમાં વરસાદનાં કારણે થયેલી હોનારતમાં કૂલ 31 લોકોએ જીવ ગુમાવ્યો છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Hilarious meme, Jalsa, Mumbai rain, Shares, Twitter, અમિતાભ બચ્ચન

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन