બિગ બીએ શૅર કર્યો અભિષેકનો પત્ર- ચિંતા ન કરો, હું મા અને ઘરનું ઘ્યાન રાખીશ

News18 Gujarati
Updated: November 15, 2019, 1:07 PM IST
બિગ બીએ શૅર કર્યો અભિષેકનો પત્ર- ચિંતા ન કરો, હું મા અને ઘરનું ઘ્યાન રાખીશ
અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)એ તેનાં દીકરા અભિષેક બચ્ચન (Abhishek Bachchan)નો એક પત્ર શૅર કર્યો છે. જેમાં તે પિતાને વિશ્વાસ અપાવતો નજર આવે છે કે તે તેમનાં બાદ ઘરનાં બધાનું ધ્યાન રાખશે.

અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)એ તેનાં દીકરા અભિષેક બચ્ચન (Abhishek Bachchan)નો એક પત્ર શૅર કર્યો છે. જેમાં તે પિતાને વિશ્વાસ અપાવતો નજર આવે છે કે તે તેમનાં બાદ ઘરનાં બધાનું ધ્યાન રાખશે.

  • Share this:
મુંબઇ: અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) સોશિયલ મીડિયા પર ખુબજ એક્ટિવ રહે છે. તેઓ ઘણી વખત પર્સનલ અને પ્રોફેશનલ જીવન સાથે જોડાયેલી વાતો અને તસવીરો શૅર કરતાં રહે છે. એવામાં બિગ બીએ તેમનાં દીકરા અભિષેક બચ્ચન (Abhishek bachchan) માટે એક પત્ર શૅર કર્યો છે. જેમાં તે તેનાં પિતાને વિશ્વાસ અપાવતો નજર આવે છે કે તે તેની દીદી એટલે કે શ્વેતા બચ્ચન (Shweta Bachchan) અને મા જયા બચ્ચન (Jaya Bachchan)નું ધ્યાન રાખશે.

ખરેખરમાં આ પત્ર ત્યારનો છે જ્યારે અમિતાભ બચ્ચન તેનાં ઘરથી દૂર શૂટિંગ કરી રહ્યો હતો. અને ઘરમાં તેની મા અને બહેનની સાથે રહેનારો અભિષેક તેનાં પિતાને મિસ કરી રહ્યો હતો.


આ લેટર અભિષેકે તેનાં પિતાને યાદ કરતાં લખ્યો હતો. પત્રમાં લખ્યું છે કે, 'ડાર્લિંગ પાપા, આપ કેમ છો. અમે બધા મજામા છીએ. અને હું આપને ખુબજ મિસ કરી રહ્યો છું. પાપા તમે જલ્દી ઘરે આવી જશો. પાપા હું ભગવાનને આપની મુસ્કુરાહટ માટે પ્રાર્થના કરી રહ્યો છું. પાપા, ભગવાન અમારી પ્રાર્થના સાંભળી રહ્યાં છે. આપ ચિંતા ન કરતાં, હું મમ્મી શ્વેતા દીદી અને ઘરનું ધ્યાન રાખીશ. હું ક્યારેક ક્યારેક મસ્તી પણ કરું છું. આઇ લવ યૂ પાપા.. આપનો ડાર્લિંગ દીકરો, અભિષેક'

આ પણ વાંચો-સલમાનનાં ગીત પર આ 'દેશી કપલે' કર્યો ડાન્સ, થઇ રહ્યો છે VIRAL

બિગ બીએ અભિષેકનો આ પત્ર શૅર કરતાં લખ્યું હતું કે, 'આ પત્ર અભિષેકે ત્યારે લખ્યો છે જ્યારે હું આઉટડોર શેડ્યૂલ પર હતો. પૂત સપૂત તો ક્યો ધન સંચય; પૂત કપૂત તો ક્યો ધન સંચય'વેલ આ પત્ર અભિષેકે બાળપણમાં લખ્યો હોય તેમ લાગે છે. તેનાં અક્ષર અને મા અને બહેન માટે કહેલી વાત પરથી. જોકે, અમિતાભ બચ્ચને એ વાતનો ઉલ્લેખ નથી કર્યો કે આ પત્ર કઇ ફિલ્મ સમયનો છે કે કઇ સાલમાં લખાયેલો છે.

આ પણ વાંચો-રણવીર-દીપિકાએ પહેલી ઍનિવર્સરીએ કર્યા હરમંદિર સાહિબનાં દર્શન, જુઓ PHOTOS
First published: November 15, 2019, 12:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading