Home /News /entertainment /અમિતાભ બચ્ચનને શૂટિંગ દરમિયાન પાંસળીઓમાં થઈ ઈજા, એક્ટરે ફોટો શેર કરી સ્વાસ્થ્ય વિશે આપી અપડેટ

અમિતાભ બચ્ચનને શૂટિંગ દરમિયાન પાંસળીઓમાં થઈ ઈજા, એક્ટરે ફોટો શેર કરી સ્વાસ્થ્ય વિશે આપી અપડેટ

ફાઇલ ફોટો

Amitabh Bachchan shared health update after seriuous injury during project k - અમિતાભ બચ્ચનને શૂટિંગ દરમિયાન પાંસળીઓમાં થઈ ઈજા, એક્ટરે ફોટો શેર કરી સ્વાસ્થ્ય વિશે આપી અપડેટ

બોલિવૂડના 'મહાનાયક' અમિતાભ બચ્ચન 80 વર્ષના થઈ ગયા છે અને આજે પણ તે દરેક ઉંમરના એક્ટરને ટક્કર આપે છે. અમિતાભ બચ્ચન આજે પણ એક વર્ષમાં એકસાથે ઘણી બધી ફિલ્મો કરી રહ્યા છે. સાથે જ તમામ બેન્ડ એન્ડૉર્સમેન્ટ્સ અને રિયાલિટી શો પણ કરે છે.

અમિતાભ બચ્ચનને લઈને થોડા સમય પહેલા એક ખબર સામે આવી હતી કે, હૈદરાબાદમાં 'પ્રોજેક્ટ કે'ની શૂટિંગ કરતી વખતે એક એક્શન સીન દરમિયાન બિગ-બીને ગંભીર ઈજા થઈ હતી. તેમની પાંસળીઓમાં ખૂબ જ ઈજા પહોંચી હતી. અમિદતાભ બચ્ચને હવે એક નવો ફોટો શેર કરીને પોતાના સ્વાસ્થ્ય વિશે અપડેટ આપી છે.

આ પણ વાંચોઃ બ્લેક સ્કર્ટમાં પગ ઉંચો કરી મલાઈકાએ આપ્યો એવો પોઝ, ફોટો જોઈને તમે પણ ચોંકી જશો!

ઈજાગ્રસ્ત થયા બાદ Big B એ સ્વાસ્થ્ય વિશે આપી અપડેટ

જાણકારી માટે જણાવી દઈએ કે અમિતાભ બચ્ચને ઈન્સ્ટાગ્રામ પર એક નવો ફોટો શેર કરીને જણાવ્યું છે કે તે કેવી રીતે ઈજાગ્રસ્ત થયા હતાં. તેઓએ રેમ્પ વૉક કરતો પોતાનો એક જૂનો ફોટો શેર કરીને કેપ્શનમાં લખ્યું છે- 'તમારી શુભકામનાઓ અને પ્રાર્થનાઓ માટે ખૂબ-ખૂબ આભાર, હું હવે ઠીક થઈ રહ્યો છું... આશા છે કે ખૂબ જ જલ્દી રેમ્પ પર પરત ફરીશ.'




આ પણ વાંચોઃ સુપરહિટ ફિલ્મો આપ્યા બાદ અચાનક ગાયબ થઈ ગયા આ 7 એક્ટર, એકે તો બદલી નાખ્યો આખો લુક છતાં ના મળી ફેમ



થોડા સમય પહેલા અમિતાભ બચ્ચને પોતાના બ્લોગ દ્વારા આ જાણકારી આપી હતી કે, ફિલ્મની શૂટિંગ દરમિયાન એક એક્શન સીન કરતા સમયે તેમને ખૂબ જ ગંભીર ઈજા થઈ છે અને તેમની પાંસળીઓને નુકસાન પણ થયું છે. એક્ટર બૅડ રેસ્ટ પર હતાં અને તેમને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી સર્જાઈ રહી હતી. આ સાંભળીને અમિતાભ બચ્ચનને ફેન્સ તેમની સલામતી માટે પ્રાર્થના કરી રહ્યા હતાં. જણાવી દઈએ કે, અમિતાભ બચ્ચનને 'પ્રોજેક્ટ કે'ની શૂટિંગ દરમિયાન ઈજા થઈ હતી, જેની શૂટિંગ તેઓ હૈદરાબાદમાં કરી રહ્યા હતાં.
First published:

Tags: Aamitabh Bachchan, Big B, Entertainment news, બોલીવુડ