બોલીવુડના દિવંગત અભિનેતા ઈરફાન ખાનના મૃત્યુને એક વર્ષ થવા આવ્યું છે. અભિનેતા ઈરફાન ખાનનો પરિવાર અને તેમના ફેન્સ તેમના મૃત્યુના સદમામાંથી બહાર નીકળી શક્યા નથી. ઈરફાન ખાનનો દીકરા બાબિલ ઘણીવાર સોશિલ મીડિયા પર પોસ્ટ કરીને પિતાને યાદ કરે છે. બાબિલ ખાન બહુ જ જલ્દી બોલીવુડ ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે. બાબિલ ખાન અનુષ્કા શર્માની ફિલ્મ 'Qala'થી બોલીવુડમાં ડેબ્યૂ કરી રહ્યા છે.
બીગ બીએ સોશિયલ મીડિયા એક પોસ્ટ શેર કરી છે, તેમણે ફેન્સ સાથે 'QALA'ની ઝલક શેર કરી છે. જે સાથે ઈરફાન ખાનના પુત્ર બાબિલ ખાનના બોલીવુડ ડેબ્યૂ અંગે પણ જાણકારી આપી છે. બીગ બીએ ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી 'QALA'નો વિડીયો શેર કર્યો છે.
અપકમિંગ ફીચર ફિલ્મ 'QALA' દ્વારા અનુષ્કા શર્મા પ્રોડક્શન હાઉસ ક્લીન સેટ ફિલ્મ્સ નેટફ્લિક્સ સાથે બીજી વાર સહયોગ કરે છે. આ પહેલા અભિનેત્રીની ફિલ્મ ‘બુલબુલ’ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ હતી.