Home /News /entertainment /

OMG:પદ્માવત માટે રણવીર સિંહને આખરે મળી ગયો સૌથી મોટો અવોર્ડ

OMG:પદ્માવત માટે રણવીર સિંહને આખરે મળી ગયો સૌથી મોટો અવોર્ડ

    અમિતાભ બચ્ચનને એમ જ સદીના મહાનાયક નથી કહેવાતા. આજના સમયના સ્ટાર્સ સાથે અમિતાભ બચ્ચનનો અભિગમ ખુબ જ સપોર્ટિવ છે. બિગ બી જ્યારે કોઈ ફિલ્મ જોઈને આવે છે. તો એ ફિલ્મ સાથે જોડાયેલા હીરો-હીરોઈનને જરૂરથી શુભકામના આપે છે. આ વખતે અમિતજીએ સંજય લીલા ભંસાલીની કંટ્રોવર્સી સાથે ઘેરાયેલી ફિલ્મ પદ્માવત જોયને વખાણ કર્યા છે.

    અમિતાભ બચ્ચને આ ફિલ્મમાં ખાસ કરીને રણવીર સિંહના વખાણ કર્યા છે. અને અમિતજીએ પોતાના હાથે લેટર લખીને રણવીર સિંહને મોકલ્યો છે. આ લેટર મળતા જ રણવીર સિંહ ખુબ જ ખુશ થયો અને તેને આ લેટર ટ્વિટર પર શેર કર્યો અને લખ્યું કે, 'મને મારો અવોર્ડ મળી ગયો છે'



    ભંસાલીની ફિલ્મ પદ્માવત ઘણા લાંબા સમયથી વિવાદમાં છે. તેમ છતાં 25 જાન્યુઆરીએ આ ફિલ્મ દેશભરમાં રિલીઝ થઈ. આ ફિલ્મની વાહ વાહી ચારે તરફ છવાયેલી છે. આ લિસ્ટમાં અમિતાભ બચ્ચન પણ સામેલ છે. જે રણવીર સિંહના ફેન બની ગયા છે.

    જો કે અમિતાભ બચ્ચન રણવીર સિંહના ફેન પહેલેથી જ છે. ભંસાલીની બાજીરાવ મસ્તાની માટે પણ અમિતાભ બચ્ચને રણવીર સિંહને શુભકામના આપી હતી. જો કે અમિતાભજી રાજકુમાર રાવના પણ ફેન છે. અમિતજીએ થોડા સમય પહેલા રાજકુમાર રાવની ફિલ્મ ન્યુટન પણ જોઈ હતી. જે બાદ શુભકામના આપવા માટે અમિતજીએ નોટ પણ મોકલી હતી.

    આ અમિતાભ બચ્ચનની મહાનતા છે કે તે એક્ટર્સને પ્રોત્સાહિત કરે છે. ફિલ્મ પદ્માવતમાં રણવીર સિંહ સિવાય દીપિકા પાદુકોણ, શાહિદ કપૂર અને જિમ સ્રાભ પણ જોવા મળી રહ્યાં છે.
    Published by:Nisha Kachhadiya
    First published:

    Tags: Amitabh Bacchan, Padmaavat, Ranveer Singh

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन