કૌન બનેગા કરોડપતિ 14 (Kaun Banega Crorepati 14) લાંબા સમયથી દર્શકોની ગમતો ક્વિઝ રિયાલિટી શો બની ગયો છે. તાજેતરના એપિસોડમાં ઐશ્વર્યા રૂપારલે પછી પ્રયાગરાજના મનોજ કુમાર યાદવ હોટ સીટ પર આવ્યા હતા . પોતાની સીટ લીધા બાદ 34 વર્ષીય આ સ્પર્ધક ભાવુક થઈ ગયા હતા. અમિતાભ બચ્ચને સ્પર્ધક મનોજને પાણીનો ગ્લાસ આપ્યા પછી તેનો પરિચય કરાવ્યો અને કહ્યું કે આ હોટસીટ માટે ઘણા સ્પર્ધકો ભાવુક થઈ જાય છે.
બિગ બી કહે છે કે, પ્રયાગરાજ ઉત્તર પ્રદેશના મનોજ કુમાર યાદવ જે વ્યવસાયે હેડમાસ્ટર છે તે હવે હોટસીટ પર બેઠા છે. સ્પર્ધક મનોજે શેર કર્યું કે અમિતાભજીના કારણે જ તેમનું શહેર પ્રખ્યાત છે. તેણે કહ્યું, “સર તમે અમારા માટે સર્વસ્વ છો, વિશ્વમાં દરેક વ્યક્તિ જાણે છે કે અમિતાભ બચ્ચન પ્રયાગરાજ, ઉત્તર પ્રદેશના છે અને લોકો પ્રયાગરાજને જે બધા કારણોથી જાણે છે અને તમે તેમાંથી એક છો. ઘણા લોકો મને એમ પૂછે છે કે તમે બિગ બીના શહેરના છો?
રૂ. 80,000 માટે અમિતાભ બચ્ચને સ્પર્ધક મનોજ ને આ પ્રશ્ન પૂછ્યો:
સામાન્ય રીતે ગઝલની આખરી બે લાઈનોમાં જોવા મળતા કવિના ઉપનામ માટે કયો શબ્દ વપરાય છે?
A . તખલ્લુસ
B. મતલા
C. કાફિયાહ
D. રદીફ
મનોજ કુમાર વિકલ્પો B અને C વચ્ચે મૂંઝવણમાં મૂકાઈ જાય છે અને જવાબ આપવાનો સમય ઓછો થતો જોઈને તે 50:50 લાઈફલાઈન વાપરે છે. બ્રહ્માસ્ત્ર ફિલ્મના અભિનેતા 50:50 લાઇફલાઇન અંકિત કરે છે અને તેથી વિકલ્પ C અને વિકલ્પ D સ્ક્રીન પરથી ભૂંસાઈ જાય છે. તેથી મનોજ કહે છે કે સાચો જવાબ વિકલ્પ B હોઈ શકે છે. હજી પણ પણ તે મૂંઝવણ અનુભવે છે અને છેલ્લી લાઈફલાઈન- મિત્રને વિડીયો કૉલ કરવાનું નક્કી કરે છે. તેના મિત્ર મહેન્દ્રને સવાલ-જવાબ જણાવ્યા પછી, તે કહે છે કે તેને સાચો જવાબ ખબર નથી અને કૉલ કટ થઇ જાય છે.
એક સ્પર્ધક તરીકે મનોજ કુમાર યાદવ પાસે હવે અન્ય કોઈ વિકલ્પ બચતો નથી, તે આખરે વિકલ્પ B - માતલા સાથે જાય છે અને છેવટે અમિતાભ બચ્ચન જણાવે છે કે આ ખોટો જવાબ છે.
અમિતાભ બચ્ચન થોડા નિરાશ દેખાય છે અને કહે છે કે તેમને લાગ્યું કે તેઓ આ પ્રશ્નનો જવાબ સરળતાથી આપી શકશે, કારણ કે તેઓ પ્રયાગરાજ શહેરના છે. બિગ બી કહે છે કે સાચો જવાબ વિકલ્પ A હતો. તેઓ આગળ જણાવે છે કે તેમની અટક બચ્ચન પણ તખલ્લુસ અથવા ઉપનામ છે અને અટક તરીકે તેનો ઉપયોગ કરનાર તે પ્રથમ વ્યક્તિ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર