Home /News /entertainment /KBC 14: અમિતાભ બચ્ચનના ફેન્સ માટે સારા સમાચાર, કોવિડને હરાવીને બિગ બી કામ પર પરત ફર્યા

KBC 14: અમિતાભ બચ્ચનના ફેન્સ માટે સારા સમાચાર, કોવિડને હરાવીને બિગ બી કામ પર પરત ફર્યા

કોવિડને હરાવીને બિગ બી કામ પર પરત ફર્યા

Amitabh Bachchan: દેશમાં ભલે કોરોનાનાં કેસમાં ઘટાડો થયો હોય પરંતુ હજી પણ તેના કેસ સામે આવી રહ્યા છે. તાજેતરમાં બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન કોરોનાની ઝપેટમાં આવ્યા હતા, જેની જાણકારી તેમને ખુદ પોતાના ટ્વીટ દ્વારા કરી હતી. આ સમાચાર સામે આવતા જ બિગ બીના ફેન્સ ચિંતામાં આવી ગયા હતા. જો કે હવે તેમના ચાહકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે.

વધુ જુઓ ...
    દેશમાં ભલે કોરોનાનાં કેસમાં ઘટાડો થયો હોય પરંતુ હજી પણ તેના કેસ સામે આવી રહ્યા છે. તાજેતરમાં બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન કોરોનાની ઝપેટમાં આવ્યા હતા, જેની જાણકારી તેમને ખુદ પોતાના ટ્વીટ દ્વારા કરી હતી. આ સમાચાર સામે આવતા જ બિગ બીના ફેન્સ ચિંતામાં આવી ગયા હતા. જો કે હવે તેમના ચાહકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે.

    અમિતાભ બચ્ચને પોતાના બ્લોગ દ્વારા હવે પોતાના સ્વાસ્થ્ય વિશે ફેન્સને જાણકારી આપી છે. કોરોનાથી સંક્રમિત થયા પછી તેમણે નવ દિવસ આઈસોલેશનમાં વિતાવ્યા, જેના પછી હવે તેઓ કામ પર પરત ફર્યા છે. ઉંમરના આ પડાવ પર પહોંચ્યા પછી બિગ બીએ કોવિડને માત આપી દીધી છે.

    આ પણ વાંચોઃ- 1 કરોડ રૂપિયા જીતવા માટે પૂછાયો આ સરળ સવાલ, કન્ટેસ્ટન્ટ ન આપી શકી તેનો જવાબ

    તેમણે ગુરુવાર સવારે પોતાના બ્લોગ પોસ્ટમાં લખ્યું, કામ પર વાપસી...તમારી પ્રાર્થના માટે આભારી છું... છેલ્લી કેટલીક રાતો ખરાબ રહી. 9 દિવસનું આઈસોલેશન હવે પૂરું થયું છે. આમ તો 7 દિવસની જ જરૂર હોય છે. મારો પ્રેમ હંમેશાંની જેમ...તમારા બધા માટે રહેશે. પરિવારમાં બધા સંભાળ રાખે છે.. તમારા માટે હું ખાલી બે હાથ થોડી શકું છું.

    સંપર્કમાં આવેલા લોકોની તપાસ કરાવવાની અપીલ કરી હતી


    અભિનેતા અમિતાભ બચ્ચને ટ્વીટ કરી જાણકારી આપતા લખ્યું, મારો કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે, તેમજ જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે તેઓ કૃપા કરીને પોતાનો ટેસ્ટ કરાવી લે. તેના પછી ફેન્સ તેમના જલ્દી સાજા થવાની પ્રાર્થના કરી રહ્યા છે.

    કોન બનેગા કરોડપતિને હોસ્ટ કરી રહ્યા છે બિગ બી


    ઉલ્લેખનીય છે કે આ સમયે અમિતાભ બચ્ચન સોની ટીવીના શો કોન બનેગા કરોડપતિ સિઝન 14ને હોસ્ટ કરી રહ્યા છે અને તેના કારણે લોકો સાથે મળવાનું અને સંપર્કમાં આવે છે.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Aamitabh Bachchan, Coronavirus, Kaun Banega Crorepati 14

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन