Home /News /entertainment /102 નોટ આઉટમાં બિગ બીએ ગાયું રેપ સોન્ગ, શેર કર્યો મજેદાર વીડિયો

102 નોટ આઉટમાં બિગ બીએ ગાયું રેપ સોન્ગ, શેર કર્યો મજેદાર વીડિયો

    અમિતાભ બચ્ચને પોતાના લેટેસ્ટ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જણાવ્યું કે ગત રાતે તેમણે પોતાની આગામી ફિલ્મ '102 નોટ આઉટ' માટે એક રેપ સોન્ગ રેકોર્ડ કર્યું છે. બિગ બી પોતાની આવનારી ફિલ્મ માટે ઘણું કામ કરી રહ્યાં છે. જેના માટે તેમણે મોડી રાત સુધી બેસીને એક ગીત પણ રેકોર્ડ કર્યું છે.

    રાતના 3.30 વાગ્યા સુધી ચાલતું હતું રેકોર્ડિંગ
    અમિતાભ બચ્ચને પોતાના ઈન્સ્ટ્રાગ્રામ એકાઉન્ટ પર તેમણે આ રેકોર્ડિંગ સેશનનો એક વીડિયો પણ શેર કર્યો છે અને લંખ્યું છે કે, 'સવારના 3.30 વાગ્યા છે... 102 નોટ આઉટના એક ગીત માટે રેપ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું.. આ ઘણું મઝેદાર છે.' બિગ બી દ્વારા શેર કરાયેલ આ વીડિયોમાં એકદમ ખુશનુમા અંદાજમાં દેખાય છે. તેમનો આ રેપ સોન્ગ પણ ઘણું ઈન્ટ્રેસ્ટિંગ લાગી રહ્યું છે.




    વર્ષો પછી સાથે દેખાશે આ જોડી
    ફિલ્મ '102 નોટ આઉટ'માં અમિતાભ બચ્ચન પોતાના કરીબી દોસ્ત રિશી કપૂરની સાથે નજર આવશે. બોલિવૂડમાં તેમણે 'કૂલી',' અજૂબા', 'અમર એકબર એન્થની' જેવી ઘણી સારી ફિલ્મોમાં એક સાથે કામ કર્યું હતું. હવે ઘણા વર્ષો પછી આ બંન્ને એક સાથે મોટા પડદા પર દેખાશે. ઉમેશ શુક્લા દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 4 મે, 2018ના રોજ રિલીઝ થશે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: 102 Not out, Big B, Rishi Kapoor, Video

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन