Home /News /entertainment /

અમિતાભ બચ્ચન ફરી લાવી રહ્યા KBC 14, આ દિવસથી શરૂ થશે રજીસ્ટ્રેશન

અમિતાભ બચ્ચન ફરી લાવી રહ્યા KBC 14, આ દિવસથી શરૂ થશે રજીસ્ટ્રેશન

કેબીસી 14 માટે રજીસ્ટ્રેશનની તારીખ જાહેર

કેબીસી 14 KBC 14 નો પહેલો પ્રોમો સામે આવ્યો છે, જેમાં અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) દર્શકોને આગામી શો (Kaun Banega Crorepati 14 registrations) ની નોંધણી વિશે માહિતી આપી રહ્યા છે. પ્રોમો (KBC 14 Promo) માં કહ્યું કે સપના માત્ર જોવાના નથી હોતા, પરંતુ હવે તેને પૂરા કરવાનો સમય આવી ગયો છે

વધુ જુઓ ...
    KBC 14 : જો તમે પણ જ્ઞાનના બળ પર કરોડપતિ બનવા માંગો છો તો આ સમાચાર તમારો આજનો દિવસ બનાવી દેશે. ટીવીના સૌથી લોકપ્રિય હિટ ગેમ શો કૌન બનેગા કરોડપતિ 14મી સીઝન (Kaun Banega Crorepati 14) સાથે સદીના મેગાસ્ટાર એટલે કે અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) ફરી આવી રહ્યા છે. સોની એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝન (Sony Entertainment Television) એ શનિવારે સોશિયલ મીડિયા પર નવી સિઝનનો પહેલો પ્રોમો (KBC 14 Promo) રિલીઝ કરીને તેના દર્શકો સાથે આ સારા સમાચાર શેર કર્યા છે.

    KBC 14નો પહેલો પ્રોમો સામે આવ્યો છે, જેમાં અમિતાભ બચ્ચન દર્શકોને આગામી શો (Kaun Banega Crorepati 14 registrations) ની નોંધણી વિશે માહિતી આપી રહ્યા છે. પ્રોમોમાં કહ્યું કે સપના માત્ર જોવાના નથી હોતા, પરંતુ હવે તેને પૂરા કરવાનો સમય આવી ગયો છે.

    પ્રોમો શું છે

    પ્રોમો વિશે વાત કરીએ તો, એક યુવાન યુગલ ચાંદની રાતમાં તેમના ટેરેસ પર ખાટલા પર સૂતેલા જોવા મળે છે. પતિ તેની પત્નીને મોટું ઘર બનાવવાનું, બાળકોને સારું શિક્ષણ આપવાનું અને કોઈ દિવસ પત્નીને સ્વિત્ઝરલેન્ડ લઈ જવાનું વચન આપે છે. પરિવાર માટે તેના સપના વિશે સાંભળીને પત્ની ખુશ થઈ જાય છે. જો કે, ઘણા વર્ષો વીતી જાય છે અને પતિ હજી પણ તેની પત્નીને તેના પલંગ પર, તે જ ઘરની છત પર સમાન સપના વિશે વાત કરે છે. જોકે, પતિની વાત સાંભળીને પત્ની ગુસ્સે થઈ જાય છે.

    KBC રજીસ્ટ્રેશન 9 એપ્રિલથી શરૂ થશે

    ત્યારે અમિતાભ કહે છે કે સપના જોઈને ખુશ ન થાઓ. સપના પુરા કરવા માટે ફોન ઉપાડો. મારા પ્રશ્નો અને તમારું KBC રજિસ્ટ્રેશન 9મી એપ્રિલ, રાત્રે 9 વાગ્યાથી શરૂ થઈ રહ્યું છે. માત્ર સોની પર.

    આ પણ વાંચોLock Upp : કંગના રનૌતે ફરી કરણ જોહર પર હુમલો કર્યો! કહ્યું- તારા રોવાના દિવસો આવી ગયા, 'પાપા જો'

    તમારા સપનાઓની યાદી પણ લાંબી થઈ ગઈ છે અને તમે પણ તેને પૂરા કરવા માટે KBCની રાહ જોઈ રહ્યા છો, તો હવે તમારા માટે આ તક આવી છે. તમે પણ 9 એપ્રિલથી પ્રશ્નોના જવાબ આપીને KBCનો ભાગ બની શકો છો.
    Published by:kiran mehta
    First published:

    Tags: Kaun Banega Crorepati, KBC, અમિતાભ બચ્ચન

    આગામી સમાચાર