Home /News /entertainment /

KBC 13: એશ્વર્યા રાય સાથે ઘરમાં ‘કૌન બનેગા કરોડપતિ’ રમે છે અમિતાભ બચ્ચન

KBC 13: એશ્વર્યા રાય સાથે ઘરમાં ‘કૌન બનેગા કરોડપતિ’ રમે છે અમિતાભ બચ્ચન

તસવીર- Instagram @aishwaryaraibachchan_arb

કૌન બનેગા કરોડપતિ 13 (Kaun Banega Crorepati 13) આજથી શરૂ થવા જઈ રહ્યું છે. અમિતાભ બચ્ચન (amitabh bachchan) તેને હોસ્ટ કરી રહ્યા છે. બિગ બીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, તે અને તેની પૌત્રી આરાધ્યા બચ્ચન ક્યારેક સાથે મળીને કેબીસી રમે છે. એકબીજાને પ્રશ્નોના કરીને જવાબ આપે છે.

વધુ જુઓ ...
  મુંબઈ: ટીવીના લોકપ્રિય રિયાલિટી ગેમ શો 'કૌન બનેગા કરોડપતિ'ની 13 મી સીઝન આજની રાત એટલે કે સોમવારથી શરૂ થવા જઈ રહી છે. અમિતાભ બચ્ચન હોસ્ટ KBC (Amitabh Bachchan Host KBC) આ શો સાથે ટીવી પર પુનરાગમન કરવા માટે તૈયાર છે. અમિતાભ બચ્ચન બે દાયકાથી વધુ સમયથી આ શો સાથે જોડાયેલા છે.

  'KBC 13'ના પ્રીમિયર પહેલા, અમે તમને જણાવી રહ્યા છીએ કે, અમિતાભ બચ્ચનના પરિવારે તેમના શો પર કેવી પ્રતિક્રિયા આપી. વર્ષ 2019માં શોની એક પ્રેસ કોન્ફરન્સમાં, અમિતાભ બચ્ચને ખુલાસો કર્યો હતો કે તેમની પુત્રવધૂ એશ્વર્યા રાય બચ્ચન (aishawarya rai) અને પુત્રી શ્વેતા બચ્ચન નંદાએ ઘરે યે ખેલ (KBC) રમ્યો હતો. બિગ બીએ કહ્યું, મારા પરિવારમાં દરેક વ્યક્તિ કેબીસી જુએ છે. જયા તમામ કામ છોડીને આ શો જુએ છે.

  અમિતાભ બચ્ચને કહ્યું, “મારા પરિવારના તમામ સભ્યો કેબીસી રમે છે. ક્યારેક શ્વેતા તો ક્યારેક wશ્વર્યા ઘરે બેસીને ક્વિઝ રમે છે. જ્યારે બિગ બીને પૂછવામાં આવ્યું કે શું તેમની પૌત્રી આરાધ્યા પણ કેબીસી રમે છે, ત્યારે બિગ બીએ કહ્યું કે ક્યારેક આપણે ઘરમાં બેસીને સવાલ -જવાબ કરીએ છીએ. તે અમને પૂછે છે કે અમે આ પ્રશ્નનો જવાબ આપી શકીએ કે નહીં.

  તમને જણાવી દઈએ કે 'KBC 13' આજ (23 ઓગસ્ટ)થી સોની ટીવી પર પ્રસારિત થશે. રાત્રે 9 વાગ્યાથી પ્રેક્ષકો તેને સોની ટીવી અને સોની લાઈવ એપ પર લાઈવ જોઈ શકે છે. આ વખતે શોના શૂટિંગમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તે ફિલ્મ 'દંગલ'ના નિર્દેશક નિતેશ તિવારી દ્વારા નિર્દેશિત કરવામાં આવી રહી છે.

  સિઝનની હાઇલાઇટ્સ

  આ સિઝનમાં ફાસ્ટેસ્ટ ફિંગરને ફર્સ્ટ ટ્રિપલ ટેસ્ટમાં બદલવામાં આવી છે. સ્પર્ધકોએ ત્રણ સાચા જવાબો આપવાના રહેશે. આ સિવાય ટાઈમરનું નામ બદલીને ધુક-ધુકી જી કરવામાં આવ્યું છે. સપ્તાહના અંતે શાનદાર શુક્રવારમાં નામાંકિત હસ્તીઓ આવશે.

  આ પણ વાંચો:Kaun Banega Crorepati 13: ક્યાં, કઈ રીતે જોઈ શકાશે KBC? 13મી સિઝનમાં આ વાત છે ખાસ

  ઓડિયન્સ પોલ

  આ શો રાત્રે 9 કલાકે સોની ટીવી પર પ્રસારિત થશે. લોકો ઓનલાઈન ક્વિઝ શોનો પણ આનંદ લઈ શકે છે. આ વખતે શોમાં દર્શકો જોવા મળશે. જોકે, તેમની સંખ્યા ખૂબ સીમિત રહેશે. આ સાથે જ ઓડિયન્સ પોલ લાઈફલાઈન પણ ફરી જોવા મળશે.

  નોંધનીય છે કે, KBC 13 માટે રજિસ્ટ્રેશન આ વર્ષે મે માં શરૂ થયા હતા. વર્ષ 2000માં શરૂ થયેલા આ રિયાલિટી શો શરૂ થયો હતો અને અત્યાર સુધી 12 સિઝન થઈ છે. હવે 13મી સિઝન માટે દર્શકોમાં જોરદાર ઉત્સાહ છે.
  Published by:kuldipsinh barot
  First published:

  Tags: Aamitabh Bachchan, KBC, અમિતાભ બચ્ચન

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन